ગુજરાત સરકારની જોરદાર પહેલ: માર્ગમાં ખાડા હોય તો આ નંબર પર તસ્વીર સાથે મોકલો વોટ્સએપ મેસેજ

રાજ્યમાં અભૂતપૂર્વ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જેનું નામ છે માર્ગ મરામત મહાઅભિયાન. જેમાં તમે માર્ગમાં ખાડા હોય તો તેનો ફોટો મોકલી શકો છો અને તેની મરામત સરકાર દ્વારા કરાવવામાં આવશે.

રાજ્યમાં અભૂતપૂર્વ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જી હા પહેલીવાર રોડના સમારકામ માટે અનોખું અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. જેનું નામ છે માર્ગ મરામત મહાઅભિયાન. આ અભિયાન અનુસાર માર્ગમાં ખાડા હોય તો વોટ્સએપથી ફોટા મોકલી શકાશે. 1થી 10 ઓક્ટોબર સુધી માર્ગ મરામત મહાઅભિયાન ચાલશે. જેમાં જો તમને ક્યાય ખાડા જોવા મળે તો વિગત સાથે ફોટા વોટ્સએપ કરી શકશો. જેના પર એક્શન લઈને તેનું બાદમાં સમારકામ કરવામાં આવશે.

માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ આ અંગે જાહેરાત કરી છે. અને લોકો પાસે માર્ગમાં પડેલા ખાડા અંગે માહિતી મંગાવી છે. આ અભિયાન 1 ઓકટોબરથી લઈને 10 ઓકટોબર સુધી ચલાવવામાં આવશે. આ માટેની વિગતો 99784 03669 વોટ્સએપ નંબર પર ફોટો-વિગત મોકલી શકાશે.

Gujarat govt launches Marag Marammat Abhiyan, Send videophoto of potholes near you, authority will repair it

Gujarat govt launches Marag Marammat Abhiyan, Send videophoto of potholes near you, authority will repair it

માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે તસ્વીર સાથે નામ, મોબાઈલ નંબર, મરામત વાળી જગ્યાનું સરનામું, ગામનું નામ, તાલુકો, જિલ્લાનું નામ અને પીનકોડ સહીતની તમામ માહિતી મોકલવાની રહેશે.

આ પણ વાંચો: સોનુ સૂદે અમદાવાદની એક હોટલમાં AAP ના કાર્યકરો સાથે કરી બંધ બારણે બેઠક, શું સૂચવે છે આ ખાનગી મિટિંગ?

આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: શું કેન્સરના દર્દીઓ માટે પણ કોરોના વેક્સિન છે સલામત અને અસરકારક, જાણો રિચર્ચના આંકડા

Click on your DTH Provider to Add TV9 Gujarati