જૂનાગઢમાં ગણતંત્ર દિવસની રાજ્યકક્ષાની ઉજવણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લહેરાવ્યો રાષ્ટ્ર ધ્વજ
ગણતંત્ર દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં ‘નારી શક્તિ’નો પરચમ જોવા મળી રહ્યો છે. અશ્વદળ, શ્વાનદળ સહિત કુલ 25 પ્લાટુન પરેડમાં ભાગ લઈ રહ્યા છે. જેમાં પાંચ મહિલા પ્લાન્ટુન છે.
જૂનાગઢમાં 75મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થઇ રહી છે. ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ધ્વજ ફરકાવ્યો હતો. તેમની સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિત હાજર તમામ લોકોએ ધ્વજવંદન કર્યુ હતુ.
જૂનાગઢ શહેરમાં પ્રજાસતાક પર્વની ઉજવણીની માહોલ જોવા મળી રહ્યો છે.લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ગણતંત્ર દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં ‘નારી શક્તિ’નો પરચમ જોવા મળી રહ્યો છે. અશ્વદળ, શ્વાનદળ સહિત કુલ 25 પ્લાટુન પરેડમાં ભાગ લઈ રહ્યા છે. જેમાં પાંચ મહિલા પ્લાન્ટુન છે.
આ મહિલા પ્લાટુનમાં જૂનાગઢ જિલ્લા પોલીસ, રાજકોટ શહેર પોલીસ, રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ, ગુજરાત વન વિભાગ અને એનએસએસની વિદ્યાર્થીઓની સમાવેશ થાય છે. ઉપરાંત 20 જેટલી મહિલાઓ બેન્ડમાં ભાગ લઈ રહી છે, અને સ્ટુડન્ટ પોલીસ કેડેટની 15 જેટલી વિદ્યાર્થીનીઓ ભાગ લઈ રહી છે.
ગુજરાત પોલીસના 256 જવાનો 512 મશાલ સાથે ભવ્ય અને દર્શનીય મશાલ પીટી કાર્યક્રમ રજૂ કરશે. આ સાથે અશ્વ શો, ડોગ શો, મલખમ, બાઈક સ્ટંટ શો સહિતના કાર્યક્રમમાં પણ યોજઇ રહ્યો છે. આ મશાલ પીટી કાર્યક્રમમાં પોલીસ જવાનો બંને હાથમાં મશાલ પકડીને ‘ગુજરાત પોલીસ’, ’ વેલકમ ‘, ‘જય શ્રી રામ’ જેવા શાબ્દિક ફોર્મેશન બનાવશે.
આ પણ વાંચો-બનાસકાંઠાઃ વડગામમાં સરકારી ગ્રાન્ટ NA થયેલી જમીનમાં વાપરી નાખતા વિવાદ, DDO એ અહેવાલ માંગ્યો
લાઈટિંગ આધારિત અશ્વ શો, ડોગ શો, બાઈક સ્ટંટ શો યોજવામાં આવશે. પોલીસ પરિવારના બાળકો દ્વારા ખાસ મલખમ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. સુરક્ષા સેતુ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા જુડો કરાટેનું પણ નિદર્શન કરવામાં આવશે. આ સાથે બ્રાસ બેન્ડ અને પાઇપ બેન્ડ ડિસ્પ્લે કરવામાં આવશે.
જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
