ગુજરાત સરકારે ખાધતેલના ભાવને અંકુશમાં લેવા લીધો આ મોટો નિર્ણય

સતત વધી રહેલા ભાવને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે..ત્યારે રાજકોટમાં સતત ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે. ભાવ વધારાની વાત કરીએ તો છેલ્લા એક સપ્તાહમાં સિંગતેલના ભાવમાં 30થી 50 રૂપિયાનો વધારો થયો છે

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Feb 24, 2022 | 11:12 PM

ગુજરાતમાં(Gujarat)  ખાદ્યતેલના(Edible Oil)  સતત વધતા જતા ભાવને અંકુશમાં લેવા સરકારે સ્ટોક લિમિટ(Stock Limit)  નક્કી કરી. રાજ્યમાં છૂટક વેપારી 3 મેટ્રિક ટન અને જથ્થાબંધ વેપારી 50 મેટ્રિક ટન સ્ટોક રાખી શકાશે. જ્યારે રિટેઈલ ચેન સ્ટોરના મોટા ડેપો પર 100 મેટ્રિક ટન ખાદ્યતેલનો સ્ટોક રાખવાની છૂટ મળી છે.. જો વેપારીઓ નિયત લિમિટ કરતા વધુ સ્ટોક રાખશે તો કાર્યવાહી કરવામાં આવશે. પુરવઠા વિભાગ ઓઈલ ડેપો પર સરપ્રાઈઝ ચેકિંગ પણ કરશે. જો કે વેપારીઓને બિનજરૂરી હેરાન નહીં કરવામાં આવે તેવી પુરવઠા વિભાગના અધિકારીએ સ્પષ્ટતા કરી છે.

રાજ્યના પુરવઠા વિભાગે ખાદ્યતેલના સ્ટોકમાં લાદેલા નિયંત્રણને સોમાના પૂર્વ પ્રમુખે આવકારી છે. સોમાના પૂર્વ પ્રમુખ સમીર શાહે કહ્યું કે કેન્દ્ર સરકારના પરિપત્રને અનુસરવામાં આવ્યો છે. જો કે ખાદ્યતેલનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારને આધારિત છે. જેથી હાલ પૂરતો ભાવમાં કોઈ તફાવત નહીં આવે.

દેશમાં સતત ખાદ્ય તેલોના ભાવ આસમાન આંબી રહ્યાં છે. સતત વધી રહેલા ભાવને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે..ત્યારે રાજકોટમાં સતત ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે.. ભાવ વધારાની વાત કરીએ તો છેલ્લા એક સપ્તાહમાં સિંગતેલના ભાવમાં 30થી 50 રૂપિયાનો વધારો થયો છે..જેને કારણે સિંગતેલના એક ડબ્બાનો ભાવ વધીને 2300થી 2350 પર પહોંચ્યો છે..તો બીજી તરફ કપાસિયા તેલમાં પણ આકરી તેજી આવી છે..આજે ફરી કપાસિયા તેલમાં 150 રૂપિયાનો વધારો થયો છે..જેને લઇ કપાસિયા તેલના નવા ડબ્બાનો ભાવ 2280થી 2330ને પાર પહોંચ્યો છે..

આ પણ વાંચો : Gujarat માં જીએસટી સ્કેમના સૂત્રધાર નિલેશ પટેલનું કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશન કરાશે, કોર્ટે મંજૂરી આપી

આ પણ વાંચો : Jamnagar: સૈનિક સ્કૂલ બાલાચડીના 60 માં વાર્ષિકોત્સવની ઉજવણી કરાઇ, કેડેટોને સન્માનિત કરાયા

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati