Breaking News : રાજ્ય સરકારનો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને મહત્વના સમાચાર,શાળાઓમાં રહેશે અડધા દિવસની રજા, જુઓ વીડિયો
આગામી 22 જાન્યુઆરીના રોજ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવાની છે. શાળાઓમાં પણ અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે. તેમજ બપોર 2.30 વાગ્યા સુધી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
આગામી 22 જાન્યુઆરીના રોજ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવાની છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અયોધ્યામાં આ માટેની તૈયારીઓને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે જેને લઈને દેશવાસીઓમાં ખુશીની લહેર છે, ત્યારે ઉત્સાહને જોતા ગુજરાત સરકારે અડધા દિવસની રજા જાહેર કરી છે.
સરકારી શાળાઓમાં પણ અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે. તેમજ બપોર 2.30 વાગ્યા સુધી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આ પત્ર તમામ જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખાયો છે.
સરકારી અને અર્ધ સરકારી કચેરીઓમાં અડધા દિવસની રજા
રાજ્ય સરકારે પણ ગુજરાતમાં અડધા દિવસની રજા જાહેર કરી છે. સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ બપોરના 2:30 વાગ્યા સુધી બંધ રહેશે.22મીના મહોત્સવમાં તમામને જોડવા સરકારે આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે રાજ્યભરમાં જાહેર રજાની માગ સરકારના વિવિધ વિભાગોમાંથી ઉઠી હતી.કેન્દ્ર સરકારે 22 જાન્યુઆરીએ સરકારી કર્મચારીઓને અડધા દિવસની રજા આપવાની જાહેરાત કરી છે.

