ગુજરાત સરકારે બે આઇપીએસ અને 23 ડીવાયએસપીના બદલીના કર્યા આદેશ

ગુજરાત(Gujarat) સરકારે આજે બે આઇપીએસ અને 23 ડીવાયએસપીના બદલીના આદેશ કર્યા છે. જેમાં બોટાદ અને અમદાવાદ જિલ્લા પોલીસ વડા ની જગ્યાઓ પર આખરે નિમણુક કરવામાં આવી છે.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Aug 09, 2022 | 11:07 PM

ગુજરાત(Gujarat)  સરકારે આજે બે આઇપીએસ(IPS)  અને 23 ડીવાયએસપીના બદલીના(Transfer)  આદેશ કર્યા છે. જેમાં બોટાદ અને અમદાવાદ જિલ્લા પોલીસ વડા ની જગ્યાઓ પર આખરે નિમણુક કરવામાં આવી છે. બોટાદ માં સર્જાયેલ લઠ્ઠા કાંડ બાદ બંને જિલ્લા ના SP ની બદલી કરી દેવાઈ હતી. જયારે આ બે જગ્યા પર અમદાવાદ જિલ્લાના નવા SP તરીકે અમિત વસાવા અને બોટાદ SP તરીકે કિશોર બ્લૉલિયાની બદલી કરી નિમણૂક કરવામાં આવી છે.અમિત વસાવાની સાઇબર ક્રાઇમ ડીસીપીમાંથી અમદાવાદ રૂરલ એસપી તરીકે બદલી કરવામાં આવી છે. જયારે કોસ્ટલ સિક્યુરિટી એસપી કિશોર બલોલિયાને બોટાદ એસપી તરીકે બદલી કરાઇ છે. જયારે રાજ્યના રાજ્યના 23 DYSP અને ACP કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, વડોદરા અને સુરત ક્રાઇમ બ્રાન્ચના ACPની બદલી કરવામાં આવી છે. તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ACP ડી.પી. ચુડાસમાની પેટલાદ બદલી કરવામાં આવી છે.\

જયારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચના ACP ડી. એ. ચૌહાણની વિરમગામ બદલી કરાઇ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચના ACP આર. આર. સરવૈયાની બદલી કરવામાં આવી છે. તેમજ બી.પી. રોઝીયાની ATSમાંથી સુરત ક્રાઇમ બ્રાન્ચના ACP તરીકે નિમણુક આપવામાં આવી છે. તેમજ બે પીઆઇને DYSP તરીકે બઢતી અપાઈ છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati