ગુજરાત ચૂંટણી 2022: સાવલી નગરપાલિકાના ભાજપના મહિલા કોર્પોરેટર સામે બોગસ વોટિંગની ફરિયાદ, નણંદ માટે વોટ આપ્યાનો આક્ષેપ

Gujarat Election 2022: સાવલી નગરપાલિકાના ભાજપના મહિલા કોર્પોરેટર સામે પાલિકાના વિપક્ષના નેતા હસુ પટેલે બોગસ વોટિંગની ફરિયાદ કરી છે. તેમનો આક્ષેપ છે કે ભાજપના મહિલા કોર્પોરેટરે તેમના વિદેશમાં રહેતા નણંદના બદલે વોટિંગ કર્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2022 | 10:32 PM

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ વડોદરા શહેર-જિલ્લાની 10 બેઠકના EVM મોડી રાત્રે વડોદરાના મત ગણતરી સ્થળ પોલિટેકનિક કોલેજ ખાતે તૈયાર કરવામાં આવેલા સ્ટ્રોંગરૂમમાં મૂકવામાં આવ્યા હતા અને આ સ્ટ્રોંગરૂમ ખાતે અભદ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોરે સ્ટ્રોંગરૂમ ખાતે મુલાકાત લીધી હતી. તે સાથે મતગણતરીની તૈયારીની સમીક્ષા કરી હતી. ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

જિલ્લાની 10 બેઠકના EVM સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયુ છે અને હવે મતગણતરીની તૈયારીઓ ચાલી રહી છે. જેને પગલે વડોદરા શહેર-જિલ્લાની 10 બેઠકના EVM મોડી રાત્રે વડોદરાના મત ગણતરી સ્થળ પોલિટેકનિક કોલેજમાં તૈયાર કરવામાં આવેલા સ્ટ્રોંગરૂમમાં મૂકવામાં આવ્યા હતા. આ સ્ટ્રોંગરૂમ ફરતે જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોરે સ્ટ્રોંગરૂમ ખાતે મુલાકાત લીધી હતી. તે સાથે મતગણતરીની તૈયારીની સમીક્ષા કરી હતી. ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

સ્ટ્રોંગ રૂમ ખાતે EVM લવાયા

5 ડિસેમ્બરે મોડી સાંજે મતદાન પૂરું થયા બાદ નોડેલ અધિકારી દ્વારા તમામ મતપેટીઓને સીલ કરવામાં આવી હતી અને ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં બરોડા હાઇસ્કૂલ, પોલોગ્રાઉન્ડ ખાતેના સ્ટોરેજમાં લઈ જવામાં આવ્યા હતા. EVM સ્ટોરેજ રૂમમાં આવ્યા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી સ્થળ પોલિટેકનીક સ્થળે લાવવામાં આવ્યા હતા અને EVM મુકવા માટે તૈયાર કરવામાં આવેલા સ્ટ્રોંગરૂમમાં મુકવામાં આવ્યા હતા. આ સ્ટ્રોંગરૂમ ખાતે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">