ગુજરાત ચૂંટણી 2022: બીજા તબક્કામાં 93 બેઠકો પર સરેરાશ 60 ટકાથી વધુ મતદાન, ગત ચૂંટણી કરતા 10 ટકા ઓછુ મતદાન નોંધાયુ

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Mina Pandya

Updated on: Dec 05, 2022 | 11:49 PM

Gujarat Election 2022:ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં 93 બેઠકો પર સરેરાશ 60 ટકાથી વધુ મતદાન નોંધાયુ છે. જે 2017ની વિધાનસભા ચૂંટણીની તુલનાએ એકંદરે 10 ટકા ઓછુ મતદાન છે. જો કે ઓછા મતદાન વચ્ચે પણ એક્ઝિટ પોલના આંકડા મુજબ ભાજપને 125થી વધુ સીટો મળવાનું અનુમાન છે.

2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રણેય પાર્ટીએ ઝંઝાવાતી પ્રચાર કરી મતદારોને ખેંચાવાના પ્રયત્નો કર્યા. પરંતુ મતદાનના બંને તબક્કા પૂર્ણ થયા બાદના આંકડા કંઈક અલગ જ સુચવી રહ્યા છે. 2022ની ચૂંટણીમાં 60.84 ટકા મતદાન નોંધાયું છે. જે 2017ની તુલનાએ એકદંરે 10 ટકા ઓછું મતદાન છે. એટલે કે આ વિધાનસભા ચૂંટણીમાં મતદારોએ નિરસતા દેખાડી છે. ત્યારે આ ચૂંટણમાં થયેલું નિરસ મતદાન ભાજપને ફટકો આપશે કે કોંગ્રેસને ફાયદો કરશે તે પરિણામના દિવસે ખબર પડશે. પરંતુ ઓછા મતદાન વચ્ચે એક્ઝિટ પોલના આંકડાઓમાં ભાજપને સવાસોથી વધારે સીટ મળવાનું અનુમાન કરે છે.

2017ની ચૂંટણીની સરખામણીએ 10 ટકા ઓછુ મતદાન

મતદારોના નિરસ મતદાન તરફ નજર કરીએ તો, ગત ચૂંટણીની સરખામણીમાં આ વખતે 10 ટકા ઓછું મતદાન થયું છે.  1 ડિસેમ્બરે પહેલા તબક્કામાં 19 જિલ્લામાં મતદાનના નબળા આંકડા જોવા મળ્યા હતા અને 63.14 ટકા મતદાન થયું હતું. જ્યારે કે બીજા તબક્કાના 14 જિલ્લામાં માત્ર 59 ટકા જ મતદાન થયું હતું. આ આંક ગત 2017ની ચૂંટણીમાં થયેલા 69% મતદાન કરતા ઘણો નીચો છે. પાટીદાર પ્રભાવિત બેઠકો પર બહુ જ ઠંડુ મતદાન થયું છે. મતદાનમાં સૌથી ઓછું 7 ટકાનું ગાબડું છોટા ઉદેપુર જીલ્લામાં તો મતદાનમાં સૌથી મોટું 14.58 ટકાનું ગાબડું વડોદરા જિલ્લામાં પડ્યું છે. છેલ્લી પાંચ ચૂંટણીના આંકડા દર્શાવે છે કે જ્યારે પણ મતદાનમાં ગાબડું પડ્યું છે, નુકસાન ભાજપને થયું છે અને કોંગ્રેસને ફાયદો પરંતુ આ ચૂંટણીમાં AAPની એન્ટ્રીથી અનેક બેઠક પરનું ગણિત બદલાઈ શકે છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati