Gujarat Election 2022 : સી.આર.પાટીલની અધ્યક્ષતામાં રાજકોટ કમલમમાં જિલ્લાની આઠ બેઠકો માટે સમીક્ષા બેઠક યોજાઇ

ગુજરાત ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે. તેમજ પ્રથમ તબકકાના મતદાન માટે આજે ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. જેમાં પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્રના મતદાન યોજવવાનું છે. જેના પગલે ભાજપ આ વખતે સૌરાષ્ટ્રમાં વધુમાં વધુ બેઠક કબજે કરવા કવાયત કરી રહ્યું છે.જેના પગલે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં રાજકોટ કમલમમાં શહેર અને જિલ્લાની 8 વિધાનસભા સીટ માટે સમીક્ષા બેઠક મળી હતી

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2022 | 4:52 PM

ગુજરાત ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે. તેમજ પ્રથમ તબકકાના મતદાન માટે આજે ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. જેમાં પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્રના મતદાન યોજવવાનું છે. જેના પગલે ભાજપ આ વખતે સૌરાષ્ટ્રમાં વધુમાં વધુ બેઠક કબજે કરવા કવાયત કરી રહ્યું છે.જેના પગલે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં રાજકોટ કમલમમાં શહેર અને જિલ્લાની 8 વિધાનસભા સીટ માટે સમીક્ષા બેઠક મળી હતી. આ 8 બેઠકોની જીત માટે ઉમેદવારો, સાંસદ, ધારાસભ્યો સાથે ચર્ચા થઈ હતી. ભીખુ દલસાણીયા, રામ મોકરીયા સહિતના નેતાઓ બેઠકમાં હાજર રહ્યા હતા.

ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે બે દિવસ બાકી છે, ત્યારે મતદાનને લઈને પણ તૈયારીઓ તેજ કરવામાં આવી રહી છે. રાજકોટની 8 બેઠકોની ચૂંટણી માટે જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.  10 હજારથી વધુ સુરક્ષા જવાનો મતદાન કેન્દ્રો પર ખડેપગે રહેશે. તો સાથે સંવેદનશીલ બુથ પર અડધુ સેક્શન પેરા મિલિટ્રી ફોર્સનું મુકવા પણ નિર્ણય લેવાયો છે. 1 DIG, 4 SP રેન્ક અધિકારીઓ, 11 DYSP રેન્કના અધિકારીઓ બંદોબસ્તમાં રહેશે. સાથે જ  35 PI, 88 PSI, 572 ASI, 769 હેડ કોન્ટેબલ સહિતના સુરક્ષા જવાનોનો કાફલો રહેશે.

પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચારના પડઘમ આજે શાંત થશે

પ્રથમ તબક્કાની 89 બેઠકોના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. પ્રથમ તબક્કાની ચૂંટણી જે 89 બેઠકો ઉપર યોજાનાર છે ત્યાં આજે સાંજે 5 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થશે. તમામ રાજકીય પક્ષો છેલ્લી ઘડી સુધી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, આજે  સાંજે 5 વાગ્યા બાદ કોઈપણ પાર્ટી જાહેરમાં પ્રચાર નહીં કરી શકે. જો કે ડોર-ટુ-ડોર અથવા ખાટલા મિટિંગ જેવી પ્રવૃત્તિ સ્વરૂપે પ્રચાર ચાલુ રહેશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">