Gujarat Election 2022 : પીએમ મોદીએ 13 લાખ એકર વનભૂમિ આદિવાસીઓના નામે કરી : અમિત શાહ

ગુજરાત વિધાનસભા ઇલેકશનના પગલે રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કર્યો છે. જેમાં ભાજપ દ્વારા પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓ પ્રચારમાં વ્યસ્ત છે. તેવા સમયે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું કે પીએમ મોદીએ 13 લાખ એકર વનભૂમિ આદિવાસીઓના નામે કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2022 | 6:08 PM

Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભા ઇલેકશનના પગલે રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કર્યો છે. જેમાં ભાજપ દ્વારા પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓ પ્રચારમાં વ્યસ્ત છે. તેવા સમયે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું કે પીએમ મોદીએ 13 લાખ એકર વનભૂમિ આદિવાસીઓના નામે કરી છે. તેમજ ભગવાન બિરસા મુંડાના જન્મ દિવસે આદિવાસી ગૌરવ દિવસ માનવાની વાત ભાજપએ કરી અને નર્મદામાં બિરસામુંડા યુનિવર્સિટી માટે  કામ ભાજપએ કર્યું છે. કોંગ્રેસે એક બીજા સાથે ઝઘડાવા સિવાય કોઇ કામ કર્યું નથી.

કોંગ્રેસ અત્યારે બોર્ડ લગાવે છે કોંગ્રેસનું કામ બોલે છે 32 વર્ષથી સત્તામાં નથી તો કયું કામ બોલે છે જવાબ આપો. સમગ્ર દેશ અને વિશ્વના લોકોની ઈચ્છા હતી કે રામ મંદિર બને અને રાહુલ બાબા 1 જાન્યુઆરી 2024માં ભવ્ય રામ મંદિર અયોધ્યામાં જોવા મળશે ટિકિટ બુક કરાવી લેજો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">