ગુજરાત ચૂંટણી 2022: ગોળી મારવાના નિવેદન પર મધુ શ્રીવાસ્તવની વધશે મુશ્કેલી, ચૂંટણી પંચ કરશે સુઓમોટો કાર્યવાહી

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: ગોળી મારવાના નિવેદન પર અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવની મુશ્કેલી વધે તો નવાઈ નહીં. મધુ શ્રીવાસ્તવે આપેલા ગોળી મારવાના નિવેદન પર ચૂંટણી પંચે સુઓમોટો લઈ કલેક્ટર પાસે રિપોર્ટ માગ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2022 | 9:29 PM

વડોદરાના વાઘોડીયા બેઠક પરના અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવની મુશ્કેલી વધશે. વાઘોડિયાથી ભાજપના પૂર્વ ધારાસભ્ય અને હાલ વાઘોડિયાથી અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવના કોલર પકડનારને ગોળી મારવાની ખુલ્લી ધમકી પર ચૂંટણી પંચે કાર્યવાહી કરી છે. તેમના ગોળી મારવાના નિવેદન પર ચૂંટણી પંચે સુઓમોટો લીધી છે અને ચૂંટણી પંચે વડોદરા કલેકટર પાસે સમગ્ર બાબતે રિપોર્ટ માગ્યો છે.

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: જો નોટિસ મળશે તો હું જવાબ આપીશ- મધુ શ્રીવાસ્તવ

મધુ શ્રીવાસ્તવે રેલી દરમ્યાન કરેલા ઉચ્ચારણો સંદર્ભે CEO કચેરી દ્વારા અહેવાલ માંગવામાં આવ્યો હતો. જેના પર મધુ શ્રીવાસ્તવે કહ્યુ કે, ‘મે કોઈ વ્યક્તિ કે પક્ષને ધ્યાનમાં રાખીને કોઈ નિવેદન આપ્યું નથી, મે જે પણ કહ્યું છે તે મારા કાર્યકર્તાઓ માટે કહ્યું છે. જો નોટીસ મળશે તો હું તેનો જવાબ આપવા માટે તૈયાર છું. ’

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022:  મધુ શ્રીવાસ્તવે આપ્યુ હતુ વિવાદી નિવેદન

મધુ શ્રીવાસ્તવે એક રેલી દરમિયાન જણાવ્યુ હતુ કે હું સ્વતંત્ર રીતે ચૂંટણી લડીશ અને જો કોઈ મારા કાર્યકરનો કોલર પણ પકડશે તો હું તેને ગોળી મારી દઈશ. મધુ શ્રીવાસ્તવના આ નિવેદનની ચૂંટણી પંચે પણ નોંધ લીધી છે અને વડોદરા કલેક્ટર પાસે રિપોર્ટ માગ્યો છે. આપને જણાવી દઈએ કે વાઘોડિયા બેઠક પરથી ભાજપમાંથી ટિકિટ ન મળતા મધુ શ્રીવાસ્તવે ભાજપથી છેડો ફાડી અપક્ષ ઉમેદવારી કરી છે.

Follow Us:
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">