Gujarat Election 2022 : કોંગ્રેસે ચૂંટણી પંચને અલગ-અલગ 6 ફરિયાદો કરી, તપાસ કરવા માંગ કરી

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Chandrakant Kanoja

Updated on: Dec 01, 2022 | 9:52 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠક પર મતદાન પૂર્ણ થયું છે. જેમાં સરેરાશ 60 ટકા જેટલું મતદાન નોંધાયું છે. જ્યારે કોંગ્રેસ પક્ષે આ મતદાન દરમ્યાન ચૂંટણી પંચને છ અલગ અલગ ફરિયાદો કરી છે. જેમાં જામનગર બેઠક ઉપર ધીમું મતદાન કરાવવા સહિતની અન્ય છ ફરિયાદ કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠક પર મતદાન પૂર્ણ થયું છે. જેમાં સરેરાશ 60 ટકા જેટલું મતદાન નોંધાયું છે. જ્યારે કોંગ્રેસ પક્ષે આ મતદાન દરમ્યાન ચૂંટણી પંચને છ અલગ અલગ ફરિયાદો કરી છે. જેમાં જામનગર બેઠક ઉપર ધીમું મતદાન કરાવવાની, બોટાદમાં અલગ અલગ 11 બુથ ઉપર બોગસ મતદાન, લીંબડીમાં બુથ કેપ્ચરિંગની, ભાજપની જાહેર સભાના પ્રવચન બાબતની અને સુરત પલસાણા બાલેશ્વર બુથ 1 થી 5  ઉપર અધિકારીઓએ રાજકીય ખેસ અને ઝંડા સાથે રાખીને મતદાન કરવા દેતા હોવાની ફરિયાદ કરી છે.

આ ઉપરાંત કોંગ્રેસે વધુમાં જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કાના મતદાનમાં કોંગ્રેસ પક્ષ તરફી ગુજરાતની જનતાનો ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે કેમ કરીને કોંગ્રેસપક્ષ તરફી થયેલા મતદાનને રોકવા માટે જુદા જુદા પ્રકારના હથકંડાઓ અપનાવી મતદાન રોકવા, બોગસ મતદાન, ધીમુ મતદાન, બુથ કેપ્ચરીંગ જેવી ફરીયાદો સામે આવી હતી. જેને અનુલક્ષીને કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી પંચને ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન  પૂર્ણ થયું છે  જેમાં સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધીમાં 19 જિલ્લાની 89 બેઠકો પર અંદાજે  સરેરાશ 60  ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધારે મતદાન તાપી  જિલ્લામાં  72.32 ટકા મતદાન  નોંધાયું હતું.  જ્યારે અમરેલી જિલ્લામાં  52.73 ટકા મતદાન નોંધાયું હતું.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati