Gujarat Election 2022 : ગુજરાત કોંગ્રેસમાં ભડકો, યુથ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી બ્રિજેશ પટેલે રાજીનામું આપ્યું

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ને લઇને દરેક રાજકીય પક્ષો પ્રચારમાં લાગી ગયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ને લઈ એક તરફ ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. તેમજ એક તરફ ભાજપ પીએમ મોદીના નેતૃત્વના પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. તેવા સમયે ગુજરાત ગુજરાત યુથ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી બ્રિજેશ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2022 | 4:18 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ને લઇને દરેક રાજકીય પક્ષો પ્રચારમાં લાગી ગયા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ને લઈ એક તરફ ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. તેમજ એક તરફ ભાજપ પીએમ મોદીના નેતૃત્વના પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. તેવા સમયે ગુજરાત ગુજરાત યુથ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી બ્રિજેશ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. જેમાં તેમણે પાર્ટીમાં ઉપેક્ષા અને ખોટા નિર્ણયોને કારણે નારાજ થઈને રાજીનામું આપ્યું છે. તેમણે યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસનને લેખિતમાં રાજીનામું મોકલ્યું છે. તેમની સાથે જ અન્ય 10 જેટલા હોદ્દેદારો અને સભ્યોનું પણ રાજીનામું આપ્યું છે.

ગુજરાતમાં કોંગ્રેસ આ વિધાનસભાની ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જેમાં કોંગ્રેસ એકતરફ કામ બોલે છે ના સૂત્ર સાથે પ્રચાર ઝુંબેશ કરી રહ્યું છે. તેવા સમયે કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ પણ જોવા મળી રહી છે. જેમાં કોંગ્રેસમાંથી નારાજ કાર્યકરો અનેક જગ્યાએ અપક્ષ ઉમેદવારી પણ કરી રહ્યા છે. આ ઉપરાંત છેલ્લા અનેક જિલ્લામાં કોંગ્રેસના કાર્યકરો ભાજપના જોડાઇ રહ્યા છે.

ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં  આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">