Gujarat Election 2022 : ભાજપ 22 નવેમ્બરના રોજ 93 બેઠક પર મેગા ચૂંટણી પ્રચાર કરશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ભાજપે પ્રચારનો મહા પ્લાન તૈયાર કર્યો છે.  ભાજપના ટોચના નેતાઓ મંગળવારે 93 બેઠક પર 93 જનસભા સંબોધશે..કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ખંભાત, થરાદ, ડીસા, સાબરમતીમાં સભા ગજવશે.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Nov 21, 2022 | 4:40 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ભાજપે પ્રચારનો મહા પ્લાન તૈયાર કર્યો છે.  ભાજપના ટોચના નેતાઓ મંગળવારે 93 બેઠક પર 93 જનસભા સંબોધશે..કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ખંભાત, થરાદ, ડીસા, સાબરમતીમાં સભા ગજવશે. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની સહેરા, ચાણસ્મા, સિદ્ધપુર, નિકોલમાં સભાનું આયોજન કરાયું છે. ભાજપ શાસિત ત્રણ રાજ્યોના મુખ્યપ્રધાન પણ પ્રચારની ધૂરા સંભાળશે.

હિમાચલ પ્રદેશના CM જયરામ ઠાકુર, આસામના CM હિમંતા બિસ્વા સરમા અને મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ ત્રણ-ત્રણ જનસભાઓ ગજવશે. કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત, અજય ભટ્ટ, કૈલાશ ચોધરી પણ પ્રચાર સભાઓ સંબોધશે.જ્યારે ભાજપના સ્ટાર ચહેરાઓ સાંસદ મનોજ તિવારી અને રવિ કિશન પણ પ્રચાર સભા કરશે. તો ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે 4 રેલી સંબોધશે.

ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં  આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati