Gujarat Election 2022 : Big Debate On Bus દાહોદમાં ચૂંટણીનો ચોરો કાર્યક્રમમાં ઔકાત શબ્દને લઇને ભાજપ -કોંગ્રેસ આમને સામને

ટીવી નાઇનની ઈલેક્શનવાળી બસ દાહોદ  પહોંચી છે ત્યારે  ચૂંટણીનો ચોરો આજે  દાહોદમાં  જામ્યો છે. આ મુદ્દે  ચૂંટણીનો ચોરો કાર્યક્રમમાં ચર્ચા કરવા માટે  ભાજપના નેતા નેતા નરેન્દ્ર સોની , કોંગ્રેસના નેતા આશિફ સૈયર તથા રાજકીય વિશ્લેષ્ક શ્વેતલ કોઠારી  જોડાયા હતા.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Nov 21, 2022 | 10:30 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. તેવા સમયે ટીવીનાઇન દ્વારા ઇલેક્શનને લઇને વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટીવીનાઇન દ્વારા વિધાનસભા વિસ્તારમાં ઇલેક્શન બસ ફેરવવામાં આવી રહી છે. તેમજ આ બસમાં રાજકીય પક્ષના અગ્રણી અને જન સામાન્ય સાથે વિકાસના મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે. જેમાં લોકો દ્વારા તેમના પ્રશ્નોની પણ રજૂઆત કરવામાં આવી રહી છે. ટીવી નાઇનની ઈલેક્શનવાળી બસ દાહોદ  પહોંચી છે ત્યારે  ચૂંટણીનો ચોરો આજે  દાહોદમાં  જામ્યો છે. આ મુદ્દે  ચૂંટણીનો ચોરો કાર્યક્રમમાં ચર્ચા કરવા માટે  ભાજપના નેતા નેતા નરેન્દ્ર સોની , કોંગ્રેસના નેતા આશિફ સૈયર તથા રાજકીય વિશ્લેષ્ક શ્વેતલ કોઠારી  જોડાયા હતા.

હાલ શબ્દોની રાજનીતિ છોડીને મુદ્દાની રાજનીતિ કરવી જોઇએ

આ ડિબેટમાં કોંગ્રેસ નેતા આશિફ સૈયરે  પીએમ મોદી માટે કોંગ્રેસ નેતા મધુસુદન મિસ્ત્રીએ આપેલા ઔકાત બતાડવાના નિવેદન પર જણાવ્યું હતું કે, વડાપ્રધાન દરેકના છે અને સન્માનીય છે. પરંતુ જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે તેમણે અમારા પીએમ મનમોહનસિહ વિશે પણ ગગડતા ડોલરની સાથે સરખામણી કરીને તેમના વિશે અયોગ્ય શબ્દ પ્રયોગ કર્યો હતો. રાહુલ ગાંધી વિશે પણ અયોગ્ય શબ્દ પ્રયોગ કરે છે. ઇન્દિરા ગાંધી વિશે પણ બોલે છે. તેમની રાજનીતી જવાહરલાલ નહેરુ પર શરૂ થાય છે અને તેમના પર જ પૂર્ણ થાય છે. તેમણે હાલ શબ્દોની રાજનીતિ છોડીને મુદ્દાની રાજનીતિ કરવી જોઇએ.

ગુજરાતની પ્રજા ગુજરાતની અસ્મિતાને આંચ નહિ આવવા દે

જ્યારે ભાજપ નેતા નરેન્દ્ર સોનીએ જણાવ્યું હતું કે , પીએમ મોદી એક સજ્જન અને શાલીન વ્યક્તિ છે તે આવા નિવેદનો ના આપે. હું તમને સમજાવવા માંગુ છું કે આ ચૂંટણી ગુજરાતની અસ્મિતાની ચૂંટણી છે. કોંગ્રેસ તેની માનસિકતામાંથી બહાર આવવા માંગતી નથી કે તેમના સિવાય કોઇ રાજ કરી શકે. ત્યારે જ તેમની નિરાશાના લીધે નીચ, મોત કા સૌદાગર, ચાય બેચનેવાલા અને આજે ઔકાત દેખા દેંગે ત્યાં સુધી આ લોકો પહોંચ્યા છે. હું તેમણે કહેવા માંગુ છું ગુજરાતની પ્રજા ગુજરાતની અસ્મિતાને આંચ નહિ આવવા દે

ભૂતકાળમાં આવા શબ્દોની રમત રમી સમગ્ર કેમ્પેઇન ચૂંટણીમાં ચાલે છે

જ્યારે આ મુદ્દાઓની લોકમાનસ પર કેવી અસર પડે છે તે અંગે જણાવતા રાજકીય વિશ્લેષ્ક શ્વેતલ કોઠારીએ જણાવ્યું હતું કે આ મુદ્દાઓની ચોક્કસ અસર જોવા મળે છે. તેમજ પીએમ મોદીની એ જ લાક્ષણિકતા છે કે તે આફત ને પણ અવસરમાં પલટી નાંખે છે. તેમજ હમણાં કહ્યું તેમ કોઇ શબ્દ અને પછી એ શબ્દને એટલો બધો સારી રીતે પ્રજાની વચ્ચે મૂકે છે. તેમજ પ્રજાની સહાનુભૂતિ મેળવે છે. ગુજરાતની પ્રજા આમ પણ શાલીનતા અને સહાનુભૂતિ વાળી છે. તેમજ પ્રજાનું વલણ હંમેશા પ્રધાનમંત્રી તરફ રહ્યો છે સરકારની વાત જવા દો. ભૂતકાળમાં આવા શબ્દોની રમત રમી સમગ્ર કેમ્પેઇન ચૂંટણીમાં ચાલે છે અને હું માંનું છું ત્યા સુધી આ શબ્દ પણ ખૂબ જ ચગશે તે સ્વાભાવિક છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati