Gujarat Election 2022: અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ ભાજપના ઉમેદવાર કૌશિક જૈન વિરુદ્ધ ચૂંટણી પંચને લખ્યો પત્ર

Gujarat Election 2022: અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ ભાજપના ઉમેદવાર કૌશિક જૈન વિરુદ્ધ ચૂંટણી પંચને પત્ર લખ્યો છે અને અસામાજિક તત્વોને સાથે રાખી ધાકધમકીથી મતદાન કરાવવાનો પત્રમાં દાવો કરાયો છે. ગ્યાસુદ્દીને દરિયાપુર બેઠકરના ભાજપના ઉમેદવાર અસામાજિક તત્વો સાથે બેઠક કરતા હોવાનો વીડિયો પણ વાયરલ કર્યો છે.

TV9 GUJARATI

| Edited By: Mina Pandya

Nov 22, 2022 | 9:06 PM

અમદાવાદના દરિયાપુર બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ચૂંટણીપંચને પત્ર લખી ભાજપના ઉમેદવાર કૌશિક જૈન વિરુદ્ધ ફરિયાદ કરી છે. કૌશિક જૈન ધાક ધમકીથી મતદાન કરાવતા હોવાનો દાવો પત્રમાં કરવામાં આવ્યો છે. ભાજપ અને ગુજરાત પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. ગ્યાસુદ્દીને એક વીડિયો વાયરલ કરીને દરિયાપુર બેઠકના ભાજપના ઉમેદવાર કૌશિક જૈન વિરુદ્ધ આક્ષેપ કર્યા છે.  ગ્યાસુદ્દીને આક્ષેપ કર્યા કે કૌશિક જૈન વિસ્તારના બુટલેગર સાથે બેઠક કરે છે. એટલું જ નહીં તેમણે આક્ષેપ કર્યો કે ભાજપના ઉમેદવાર અસામાજિક તત્વોની મદદથી લોકોને ભાજપને જ મત આપવા માટે લોકોને ધાકધમકીઓ આપે છે.

ભાજપના ઉમેદવારના કાર્યાલયે ચાલતા રસોડાના ખર્ચનો હિસાબ લેવા રજૂઆત કરવામાં આવી

ગ્યાસુદ્દીન શેખે ભાજપના ઉમેદવાર કૌશીક જૈન  સામેની  ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, રાયફલ  ક્લબના સીસીટીવી ચેક કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.. તેમજ ભાજપના ઉમેદવારના કાર્યાલયે ચાલતા રસોડાના ખર્ચનો હિસાબ લેવા રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે કાર્યાલયની 24 કલાક વિડિયોગ્રાફી કરવા ગ્યાસુદ્દીન શેખે માંગ કરી છે.

કૌશિક જૈનએ ગ્યાસુદ્દીનના આરોપોનું કર્યુ ખંડન

આ તરફ ભાજપના ઉમેદવાર કૌશિક જૈને ગ્યાસુદ્દીનના તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા અને કોંગ્રેસ હાર ભાળી ગઈ હોવાથી કોંગ્રેસના ઉમેદવાર આવા આક્ષેપ કરતા હોવાનું કૌશિક જૈને જણાવ્યું.

આપને જણાવી દઈએ કે દરિયાપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસે ફરી એક વખત ગ્યાસુદ્દીન શેખને મેદાને ઉતાર્યા છે. સતત ત્રણ ટર્મથી ગ્યાસુદ્દીન શેખ જીતતા આવ્યા છે. આ વખતે ભાજપે કૌશિક જૈનને મેદાને ઉતાર્યા છે.

દરિયાપુર બેઠકની વાત કરીએ તો 1990થી 2007 એટલે કે પાંચ ટર્મ સુધી ભાજપના ભરત બારોટનો આ બેઠક પર દબદબો હતો. ત્યાર બાદ 2012માં નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલ દરિયાપુરમાં 2012 અને 2017માં કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખની જીત થઈ હતી. આ પૂર્વે શાહપુર બેઠક પરથી પણ તેઓ ચૂંટાઈ આવ્યા હતા.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati