પ્રિ-સ્કૂલિંગ પર નિયંત્રણ ! રાજ્યમાં નવી શિક્ષણનીતિ હેઠળ નિયમોમાં થઇ શકે ફેરફાર

RTE એક્ટ 2009 હેઠળ 1 જૂને 6 વર્ષના નિયમનો અમલ કરવામાં આવે તો, અનેક ખાનગી સ્કૂલો, વર્ગખંડો બંધ થવાનો ભય છે. સાથે જ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો ફાજલ પડી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2023 | 12:38 PM

પહેલી જૂન 2023 સુધીમાં 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકો જ ધોરણ-1માં પ્રવેશ માટે લાયક ગણાશે. આ નિર્ણય કરનાર ગુજરાત સરકારે, કેટલીક રજૂઆતના પગલે ફેરબદલ કરવા મથામણ કરી રહી છે. જો RTE એક્ટ 2009 હેઠળ 1 જૂને 6 વર્ષના નિયમનો અમલ કરવામાં આવે તો, અનેક ખાનગી સ્કૂલો, વર્ગખંડો બંધ થવાનો ભય છે. સાથે જ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો ફાજલ પડી શકે છે. જેના પગલે પહેલી જૂનની કટ ઓફ ડેટમાં બે મહિના વધારવા સરકાર પર ચોમેરથી દબાણ વધ્યું છે. અને સરકારે તાબડતોબ હાઇલેવલ બેઠક બોલાવી છે.

CBSE સાથે પ્રાથમિક શિક્ષણમાં સમાનતાનો સિદ્ધાંત ન જળવાયો

ઉલ્લેખનીય છે કે 3 વર્ષ અગાઉ તત્કાલીન શિક્ષણપ્રધાન ભૂપેન્દ્ર ચુડાસમાએ 2009 RTE એક્ટનો અમલ તો શરૂ કર્યો, પરંતુ પ્રવેશ માટે વયમર્યાદા 5 વર્ષ જ રાખી. જેથી CBSE સાથે પ્રાથમિક શિક્ષણમાં સમાનતાનો સિદ્ધાંત ન જળવાયો, અને 2023માં 6 વર્ષે પ્રવેશના નિયમની જાહેરાત કરવી પડી. જો હવે નિયમનું પાલન થાય તો અનેક ખાનગી સ્કૂલોનું અહિત થઇ શકે છે.જેમને બચાવવા સરકારે રાતોરાત ઉધામા શરૂ કર્યા છે. એટલું જ નહીં ખાનગી અને પ્રિ-સ્કૂલિંગ પર નિયંત્રણ માટે આંગણવાડીની વ્યવસ્થાનો બાળવાટિકા માટે ઉપયોગની જાહેરાત થઇ શકે છે, ત્યારે જોવાનું એ રહે છે કે શિક્ષણ વિભાગ શું નવી જાહેરાત કરે છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">