ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નવા 18 કેસ નોંધાયા

ગુજરાતના કુલ 26 જિલ્લા અને 4 મહાનગરોમાં શૂન્ય કેસ નોંધાયા છે.રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 149 થઈ છે.જ્યારે રાજ્યમાં 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

ગુજરાત(Gujarat)માં સતત કોરોના(Corona)કેસ ઘટી રહ્યા હતા. જેમાં આંશિક વધારો જોવા મળ્યો હતો પરંતુ રાજ્યમાં ફરી કેસ ઘટવા લાગ્યા છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં નવા 18 કેસ નોંધાયા છે.જ્યારે મૃત્યુઆંક શૂન્ય નોંધાયો છે.સૌથી વધુ અમદાવાદમાં 7 કેસ નોંધાયા.તો સુરતમાં 3 કેસ નવા સામે આવ્યા છે. વડોદરામાં નવા કેસ સામે આવ્યા છે.

તો બીજી તરફ કચ્છ અને નવસારીમાં 2-2 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર અને તાપી જિલ્લામાં 1-1 કેસ સામે આવ્યા છે. રાજ્યના કુલ 26 જિલ્લા અને 4 મહાનગરોમાં શૂન્ય કેસ નોંધાયા છે.રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 149 થઈ છે.જ્યારે રાજ્યમાં વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા 6 થઇ.

રસીકરણની વાત કરીએ તો, પાછલા 24 કલાકમાં રાજ્યમાં 5 લાખ 58 હજાર 054 લોકોનું રસીકરણ કરાયું…રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 39 હજાર 985 લોકોનું રસીકરણ કરાયું.જ્યારે સુરતમાં 39 હજાર 023 લોકોએ રસી મુકાવી.આ તરફ વડોદરામાં 11 હજાર 452 અને રાજકોટમાં 9 હજાર 920 લોકોએ રસીકરણ કરાવ્યું.રાજ્યમાં કુલ 5 કરોડ 02 લાખથી વધુનું રસીકરણ પૂર્ણ થયું છે.

ગુજરાતમાં સતત ઘટી રહેલા કોરોનાના કેસના પગલે રાજ્ય સરકારે હવે આગામી દિવસોમાં ધોરણ 1 થી 5 ની શાળાઓમાં પણ ઓફલાઇન શિક્ષણ શરૂ કરવાની વિચારણા કરી રહી છે. જો કે આ અંગે સરકારે હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરી નથી.

જો કે આગામી દિવસોમાં આવનારા ગણેશ મહોત્સવમાં પણ સરકારે અગમચેતીના ભાગરૂપે કોરોના ગાઈડલાઇનનું પાલન કરવાની સૂચના આપી છે. તેમજ ગણેશ મહોત્સવમાં પણ મોટી પ્રતિમા અને ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂક્યા છે.

આ પણ વાંચો : સાવધાન : પાણીપુરીનો ચસ્કો પડી શકે છે ભારે, લેબોરેટરી તપાસમાં આ ખતરનાક બેક્ટેરીયા મળ્યો

આ પણ વાંચો : KUTCH : સરહદે દેશની રક્ષા કરનારા સેનાના પાંચ હજારથી વધુ જવાનો અને તેમના પરિવારનું રસીકરણ કરવામાં આવ્યું

Click on your DTH Provider to Add TV9 Gujarati