ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 15 નવા કેસ અને એકનું મૃત્યુ

જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 1 મોત નીપજ્યું છે. રાજ્યના ચાર મહાનગર પાલિકા અને 27 જિલ્લામાં એક પણ કેસ નથી નોંધાયો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 12:08 AM

ગુજરાતમાં કોરોનાનો કેર ઘટી રહ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 15 કેસ નોંધાયા.જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 1 મોત નીપજ્યું છે. રાજ્યના ચાર મહાનગર પાલિકા અને 27 જિલ્લામાં એક પણ કેસ નથી નોંધાયો. જ્યારે 24 કલાકમાં 16 દર્દીઓ સાજા થયા તેથી હવે સાજા થનારા દર્દીઓની કુલ સંખ્યા 8 લાખ 15 હજાર થઇ છે.

રાજ્યના કોરોનાનો સાજા થવાનો દર 98.76 ટકા પર સ્થિર થયો છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 184 અને વેન્ટિલેટર પર 5 દર્દીઓ છે. જેમાં મહાનગરોની વાત કરીએ તો સૌથી વધુ કેસ 5 કેસ વડોદરામાં નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 4 કેસ, સુરતમાં 3, આણંદ અને ભાવનગરમાં 1-1 કેસ નોંધાયા છે. તેમજ કોરોનાને કારણે રાજકોટ જિલ્લામાં 1 મોત થયું છે…

ગુજરાતમાં રસીકરણની જો વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 3.97 લાખ લોકોનું રસીકરણ કરાયું છે. જ્યારે રાજ્યમાં સૌથી વધુ સુરતમાં 36 હજાર 077 લોકોને રસી અપાઇ. તો અમદાવાદમાં 24 હજાર 418 લોકોનું રસીકરણ કરાયું. બીજી તરફ વડોદરામાં 10 હજાર 517 લોકોને રસી અપાઇ હતી. જ્યારે રાજકોટમાં 6 હજાર 752 લોકોનું રસીકરણ કરાયું છે. આમ રાજ્યમાં કુલ 4 કરોડ 26 લાખ 66 હજારથી વધુ લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે.

ગુજરાતના સતત ઘટી રહેલા કોરોનાના કેસો વચ્ચે સરકારે કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે તૈયારીઓ પૂર્ણ કરી છે. જેમાં મોટાભાગના જિલ્લાઓમાં હોસ્પિટલમાં સુવિધા વધારવામાં આવી છે. તેમજ વધુ ઑક્સીજન બેડની સુવિધા અને મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફની પણ ભરતી કરી છે.

આ પણ વાંચો : અમેરિકા સહિત દુનિયાના આ દેશો સાથે કુટનીતિક અને વ્યાપારિક સંબંધ બનાવવા ઈચ્છે છે તાલિબાન: મુલ્લા બરાદર

આ પણ  વાંચો :  Vadodara : ફાયર વિભાગનો થપ્પડ મારવાનો મામલો ગરમાયો, ઉપલા અધિકારીએ આક્ષેપ નકાર્યા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">