ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 29 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 235એ પહોંચી

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 24 દર્દીઓ સાજા થયા છે.આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 16 હજાર 654 લોકો કોરોના મુક્ત થયા છે.રાજ્યમાં કોરોના રિકવરી રેટ વધીને 98.75 ટકાએ પહોંચી ગયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 9:40 PM

ગુજરાતમાં (Gujarat) તહેવાર બાદ કોરોના( Corona) હામારીએ ફરીથી ઉથલો માર્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 26 નવા કેસો નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં(Ahmedabad)  15 નવા કેસ નોંધાયા છે. જ્યારે વડોદરામાં 4, વલસાડમાં 5, સુરતમાં 3 નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત જામનગર અને ખેડામાં 1-1 કેસ નોંધાયો છે.

બીજી તરફ રાજ્યમાં એક દિવસમાં કુલ 24 દર્દીઓ સાજા પણ થયા છે.આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 16 હજાર 654 લોકો કોરોના મુક્ત થયા છે.રાજ્યમાં કોરોના રિકવરી રેટ વધીને 98.75 ટકાએ પહોંચી ગયો છે.હાલમાં રાજ્યમાં કુલ 235 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટિલેટર પર છે જ્યારે 231 નાગરિકો સ્ટેબલ છે.

ગુજરાતમાં રસીકરણની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 4 લાખ 62 હજાર 380 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.. તેમાં પણ મહાનગરપાલિકાઓમાં અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. જે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય છે.

જો કે અમદાવાદમાં વધી રહેલા કોરોનાના આંકડાઓને જોતા આરોગ્ય વિભાગે ટેસ્ટિંગ અને રસીકરણની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. જેથી કોરોનાના વધી રહેલા આંકડાને કાબૂમાં કરી શકાય.

આ પણ વાંચો : સીએમ ભૂપેન્દ્ર પટેલે નોન વેજ અને ઈંડાની લારીઓ હટાવવાના વિવાદ વચ્ચે આપ્યું આ મહત્વનું નિવેદન

આ પણ વાંચો:  અમદાવાદ કોર્પોરેશનનો મોટો નિર્ણય, હવે જાહેર સ્થળો પરથી નોન વેજ અને ઈંડાની લારીઓ દૂર કરાશે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">