GUJARAT : બે દિવસથી કોરોના કેસની સંખ્યામાં નજીવો વધારો, છેલ્લા 24 કલાકમાં કુલ 36 કેસ નોંધાયા

પાછલા 24 કલાકમાં રાજ્યમાં 36 કેસ નોંધાયા. જ્યારે સતત પાંચમા દિવસે દૈનિક મૃત્યુઆંક શૂન્ય નોંધાયો. તો સાજા થવાનો દર 98.74 ટકાએ પહોંચ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2021 | 11:21 PM

GUJARAT : કોરોનાના કેસોની સંખ્યા ભલે ઘટી હોય, પરંતુ પાછલા બે દિવસથી કેસની સંખ્યામાં નજીવો વધારો થઇ રહ્યો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 36 કેસ નોંધાયા. જ્યારે સતત પાંચમા દિવસે દૈનિક મૃત્યુઆંક શૂન્ય નોંધાયો. તો સાજા થવાનો દર 98.74 ટકાએ પહોંચ્યો છે. જ્યારે વેન્ટિલેટર પર 5 દર્દીઓ છે. તો એક્ટિવ કેસોની સંખ્યા 345 પર પહોંચી છે. શહેરોની વાત કરીએ તો રાજ્યના 19 જિલ્લામાં એક પણ કેસ નથી નોંધાયો. જ્યારે અમદાવાદમાં 8 કેસ, સુરતમાં 7 કેસ, વડોદરામાં 4 કેસ અને રાજકોટમાં માત્ર 2 કેસ નોંધાયા.

તો રાજ્યમાં રસીકરણની પ્રક્રિયાએ ફરી વેગ પકડ્યો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 3 લાખ 55 હજાર 953 લોકોનું રસીકરણ કરાયું. જેમાં અમદાવાદમાં 47 હજાર 67 લોકોને રસી અપાઇ. તો સુરતમાં 45 હજાર લોકોનું રસીકરણ કરાયું. જ્યારે વડોદરામાં 25 હજાર 195 લોકોને રસી અપાઇ. જ્યારે રાજકોટમાં 17 હજાર 914 લોકોએ રસી મુકાવી. આમ રાજ્યમાં કુલ 3 કરોડ 10 લાખ 11 હજાર લોકો રસી મુકાવી ચૂક્યા છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">