ગુજરાતમાં કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષ નેતાના નામની જાહેરાત થવાની સંભાવના, આ નામો છે ચર્ચામાં

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાના નામની પસંદગી કરવામાં આવી છે. જો કે આ અંગે હાઈકમાન્ડ દ્વારા સત્તાવાર જાહેરાત હજુ બાકી છે.

ગુજરાતમાં(Gujarat) કોંગ્રેસના(Congress) પ્રમુખ પદને લઇને ટીવીનાઇન પાસે મોટી માહિતી આવી છે. જેમાં ગુજરાત કોંગ્રેસમાં સુકાનીપદનો સળવળાટ ફરી શરૂ થયો છે. જેમાં પ્રદેશ પ્રમુખ(President) અને વિપક્ષના નેતાના(LOP) નામની પસંદગી કરવામાં આવી છે. જો કે આ અંગે હાઈકમાન્ડ દ્વારા સત્તાવાર જાહેરાત હજુ બાકી છે.

જેમાં મળતી માહિતી મુજબ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર( Jagdish Thakor ) અને વિપક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાનું(Sukhram Rathwa)નામ સૌથી આગળ છે. જેમાં જગદીશ ઠાકોર પૂર્વ સાંસદ રહી છે ચૂક્યા છે. જ્યારે સુખરામ રાઠવા પાવી જેતપુરના ધારાસભ્ય છે. જેમાં ગુજરાતમાં કોંગ્રેસ બક્ષીપંચ અને આદિવાસી નેતાને સુકાન સોંપે તેવી સંભાવના છે.

જો કે આ પૂર્વે પ્રમુખ તરીકે દિપક બાબરીયાના નામની અટકળો શરુ થતા પક્ષમાં આંતરીક વિરોધ જોવા મળ્યો હતો. તેમજ તેથી જ
આંતરીક બળવો રોકવા જગદીશ ઠાકોરને પ્રમુખ બનાવાય તેવી પૂરી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે રાહુલ ગાંધી અને કે.સી. વેણુગોપાલને ઉલ્લેખીને ટ્વીટ કર્યું છે.ગ્યાસુદ્દીન શેખનું કહેવું છે કે ભાજપમાં મુખ્યપ્રધાન અને આખુ પ્રધાન મંડળ બદલાયું છે.. જેથી ભાજપમાં બધુ સમુ-સુથરું નથી.. આ પરિસ્થિતિ કોંગ્રેસ  માટે અનુકુળ છે.. જો આક્રમક નેતૃત્વ મળશે તો 2022માં કોંગ્રેસને સત્તા પર આવતા કોઈ નહીં રોકી શકે.

આ પણ  વાંચો : Kutch Ranotsavની શરૂઆત, વિદેશી પ્રવાસીઓ ન આવ્યા, દેશી પ્રવાસીઓનો ધસારો

આ પણ વાંચો :  Surat: સુરતમાં શ્રીનગર જેવી ઠંડી, સતત બીજા દિવસે પણ વરસાદનું જોર યથાવત

  • Follow us on Facebook

Published On - 6:29 pm, Thu, 2 December 21

Click on your DTH Provider to Add TV9 Gujarati