Gujarat માં કોલ્ડ વેવની અસર ઘટશે, મળશે ઠંડીમાં રાહત

હવામાન વિભાગની આગાહી અનુસાર જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી સુધી ઊંચકાશે, તેમજ પવનની દિશા બદલાતા ઠંડીથી આંશિક રાહત મળશે. જેમાં ગુરુવારે 5.2 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બનશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 10:14 AM

ગુજરાતમાં(Gujarat)ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ ઘટશે. જેમાં કોલ્ડવેવની(Cold Wave)અસર ઘટતા ઠંડીનો ચમકારો ઓછો થશે.  હવામાન વિભાગની(IMD)  આગાહી અનુસાર જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી સુધી ઊંચકાશે, તેમજ પવનની દિશા બદલાતા ઠંડીથી આંશિક રાહત મળશે. જેમાં ગુરુવારે 5.2 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર  બન્યું હતું .

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ઠંડીને લઇ હવામાન વિભાગે આ પૂર્વે આગાહી કરી હતી કે આગામી ત્રણ દિવસ રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. જેમાં બે દિવસ માટે અમદાવાદમાં કોલ્ડવેવ રહેશે..જ્યારે બે દિવસ કચ્છ અને નલિયામાં સિવિયર કોલ્ડ વેવની અસર રહેશે..તો ત્રણ દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઓછું થશે…ઉત્તર પૂર્વીય પવનોને કારણે રાજ્યમાં ઠંડી વધી રહી છે..તો બીજી તરફ લોકોને સાવચેતી રાખવા હવામાન વિભાગે અપીલ કરી છે..બાળકો, સગર્ભા અને વૃદ્ધો તેમજ બીમાર લોકોને સાવચેત રહેવા સૂચના આપી દેવામાં આવી છે..

આ પણ વાંચો : Surat : સ્પા પર પોલીસના દરોડા, છ વિદેશી યુવતી સહિત 3 લોકો ઝડપાયા

આ પણ વાંચો :  Gujarat માં 3437 તલાટી કમ મંત્રીની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, આજથી ફોર્મ ભરાશે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">