Gujarat Election 2022: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રાંતિજની ઓચિંતી મુલાકાત લીધી, કાર્યકરો સાથે ભાજપ કાર્યાલયમાં રોકાયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો (Gujarat Assembly Elections) જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ભાજપના પ્રચારમાં લાગી ગયા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ સભા ગજવી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2022 | 9:26 AM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ભાજપના પ્રચારમાં લાગી ગયા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ સભા ગજવી રહ્યા છે. જો કે પ્રચારના કાર્યક્રમોની વચ્ચે ગઇકાલે રાત્રે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પ્રાતિંજની ઓચિંતી મુલાકાત લીધી હતી અને કાર્યકરો સાથે ચર્ચા કરી હતી.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગત રાત્રે સાબરકાંઠાના પ્રાંતિજની ઓચિંતી મુલાકાત લીધી. તેઓ અચાનક જ ભાજપ કાર્યાલય પર પહોંચી ગયા હતા. જ્યાં પ્રાંતિજ બેઠકના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ પ્રધાન જયસિંહ ચૌહાણ સહિત કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. તેમણે કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. તેઓ થોડી મિનિટો માટે જ ભાજપ કાર્યાલય પર રોકાયા હતા.

ગુજરાત ઇલેકશન 2022 : ભાજપે 40 સ્ટાર પ્રચારકોને ગુજરાતમાં ઉતાર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય અન્ય સ્ટાર પ્રચારકો પણ ગુજરાતમાં સતત પ્રવાસ કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે. ત્યારે આ પ્રચારકો ગુજરાતમાં પ્રચાર પણ કરી રહ્યા છે. પીએમ મોદી, જેપી નડ્ડા, અમિત શાહ, નીતિન ગડકરી, રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, ભૂપેન્દ્ર પટેલ, મનોજ તિવારી, રવિ કિશનના નામ પણ આ યાદીમાં સામેલ છે. સીઆર પાટીલ પુરૂષોત્તમ રૂપાલા પણ પાર્ટીનો પ્રચાર કરશે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) સંપૂર્ણ તાકાત લગાવવાનો પ્રયાસ કરી રહી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">