ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે બોટાદમાં શ્રીજીના પૂજન અર્ચન કર્યા, યાત્રી ભવનનું લોકાર્પણ કર્યું

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે ગઢડાના પ્રવાસે છે. આ દરમ્યાન તેમણે ગઢડા સ્વામીનારાયણ મંદિર ખાતે શ્રીજીના પૂજા- અર્ચન કર્યા હતા. તેમજ 20 કરોડના ખર્ચે બનેલા યાત્રી ભવનનું લોકાર્પણ પણ કર્યું હતું.

ગુજરાતના(Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel)સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર ગઢડામાં 20 કરોડ રૂપિયાના ખર્ચે નવ નિર્મિત લિંબતરું યાત્રી ભવનનું લોકાર્પણ કર્યું અને શ્રીજીના પૂજન અર્ચન કર્યા હતા. આ પ્રસંગે એ નવસારીના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ,પૂર્વ મંત્રી અને ધારાસભ્ય સૌરભ ભાઈ પટેલ,આત્મારામ ભાઈ પરમાર તેમજ ગોપીનાથજી મંદિરના ટ્રસ્ટીઓ,પૂજ્ય રાકેશ પ્રસાદજી મહારાજ તેમજ અગ્રણીઓ અને ભાવિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ બોટાદના ગઢડામાં આયોજીત વિવિધ કાર્યક્રમોમાં હાજર રહ્યાં હતા. સી.આર.પાટીલે સ્વામિનારાયણ મંદિરમાં સંતોને વંદન કર્યા હતા. જે બાદ પ્રભુ પર જળાભિષેક કર્યો હતો. જ્યારે સાળંગપુરમાં પ્રદેશ પ્રમુખની રક્તતુલાનું આયોજન છે.

જેના થકી જરૂરિયાતમંદ લોકોને લોહી મળી રહે. સી.આર. પાટીલે રક્તતુલા, ગરીબોને જરૂરી ચીજોનું વિતરણ જેવા સામાજીક કાર્યક્રમો કરતા ભાજપ કાર્યકરોને અભિનંદન આપ્યા હતા. આ કાર્યક્રમમાં ભરત બોઘરા, આત્મારામ પરમાર અને સૌરભ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા.

આ પણ વાંચો : અમદાવાદમાં તંત્રની પોલ ખુલ્લી પડી, નારોલમાં ઉબડ ખાબડ રસ્તાઓથી લોકો પરેશાન

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીઝલના ભાવ વધતા જગતના તાતની મુશ્કેલીઓ વધી, સરકારને ભાવ ઘટાડવા માંગ

Click on your DTH Provider to Add TV9 Gujarati