Ahmedabad : ગ્યાસપુર ગામની મુલાકાતે CM ભૂપેન્દ્ર પટેલ, મુખ્યપ્રધાને નવનિર્મિત રખડતા ઢોર સંવર્ધન કેન્દ્રની મુલાકાત લીધી

આ મુલાકાત દરમિયાન ગ્યાસપુર ગામના આગેવાનોએ CM ભૂપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel) પાઘડી પહેરાવીને સ્વાગત કર્યું હતુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2022 | 8:41 AM

Ahmedabad : અમદાવાદના ગ્યાસપુર ગામમાં (Gyasaur Village) નવનિર્મિત રખડતા ઢોર સર્વધન કેન્દ્રની મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે(CM Bhpendra Patel)  મુલાકાત લીધી. આ પ્રસંગે ભાજપ કિસાન મોર્ચા મહામંત્રી બળદેવજી ઠાકોર (Baldevji Thakor) પણ હાજર રહ્યા હતા. ગામની નાની બાળકીઓ દ્વારા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે તિલક કરીને આવકારવામાં આવ્યા હતા.તમને જણાવી દઈએ કે, આ કાર્યક્રમમાં રાઠવા સમાજના આગેવાનો પણ આ ઉપસ્થિત રહ્યા હતા.આ મુલાકાત દરમિયાન ગ્યાસપુર ગામના આગેવાનોએ CMને પાઘડી પહેરાવીને સ્વાગત કર્યું હતુ.

ચૂંટણી પહેલા RSS અને BJPની બેઠક

તમને જણાવી દઈએ કે, બુધવારે અમદાવાદ માં RSSના હેડગેવાર ભવન ખાતે સંઘ અને બીજેપી (BJP) ની વન ટુ વન બેઠક થઈ હતી. સૌરાષ્ટ્ર અને ગુજરાત પ્રાંતના સંઘચાલક, કાર્યવાહ અને પ્રાંત પ્રચારક હાજર રહ્યા હતા.બીજેપીના રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ.સંતોષ સહિત પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકર, તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે અમદાવાદ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીની બેઠક ખુબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે. આ બેઠકમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને આરએસએસના ગુજરાતના આગેવાનો અને રાષ્ટ્રીય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી આવી રહી છે ભાજપ- કોંગ્રેસ સહિત તમામ રાજકિય પક્ષોમાં ગતિવિધિઓ તેજ થઇ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આ મહત્વની બેઠકમાં ચૂંટણીલક્ષી સંગઠનાત્મક કાર્યો અંગે પણ ચર્ચા કરી નિર્ણય લેવામાં આવ્યા હતા. વધુમાં વિધાનસભા સીટ વિસ્તાર પ્રમાણે વિસ્તારકોને જવાબદારી સોંપવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.

Follow Us:
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">