Gujarat માં કોરોના વકરતા સરકાર એક્શન મોડમાં, પ્રભારી મંત્રીઓને જિલ્લાઓનો પ્રવાસ કરી સમીક્ષા કરવા સૂચના

ગુજરાતના પ્રભારી પ્રધાનોએ જિલ્લામાં પ્રવાસ કરીને કોરોના લક્ષી તૈયારીઓની સમીક્ષા કરવાની રહેશે. જેમાં જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડની સ્થિતિ, ઓક્સિજન અને આઈસીયુ બેડની વિગતો મેળવવાની રહેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 10:38 PM

ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona)કેસનો રાફડો ફાટતા જિલ્લા પ્રભારી મંત્રીઓને સીએમ ભૂપેન્દ્ર પટેલ (Cm Bhupendra Patel)દ્વારા પ્રવાસ કરવાની સૂચના આપવામાં આવી છે. આ પ્રભારી પ્રધાનોએ જિલ્લામાં પ્રવાસ કરીને કોરોના લક્ષી તૈયારીઓની સમીક્ષા કરવાની રહેશે. જેમાં જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડની(Hospital Bed)સ્થિતિ, ઓક્સિજન(Oxygen)અને આઈસીયુ બેડની વિગતો મેળવવાની રહેશે.

જિલ્લાના સ્થાનિક વહીવટી તંત્ર સાથે બેઠક કરીને રિપોર્ટ આપવા પણ સૂચના

આ ઉપરાંત જિલ્લામાં કાર્યરત ઓક્સિજન પ્લાન્ટ, દવાઓનો પુરવઠો અને આરોગ્ય સ્ટાફની પણ સમીક્ષા કરવાની રહેશે. કોરોનાની સ્થિતિ પર નિયંત્રણ મેળવવા રસીકરણ, ટેસ્ટિંગની પણ સમીક્ષા કરવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લાના સ્થાનિક વહીવટી તંત્ર સાથે બેઠક કરીને રિપોર્ટ આપવા પણ સૂચના અપાઈ છે.

10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મોકૂફ

ઉલ્લેખનીય છે કે , કોરોના મહામારીને પગલે હાલ દેશ અને રાજયમાં સ્થિતિ વણસી રહી છે. ત્યારે વાઇબ્રન્ટ સમિટ (Vibrant Gujarat Global Summit)મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. 10 થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (Vibrant Gujarat Global Summit )હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. બાદમાં સમિટને લઇને નવી તારીખો જાહેર કરવામાં આવશે.

નોંધનીય છેકે રાજય અને દેશમાં કોરોનાની સાથેસાથે ઓમિક્રોનના કેસોમાં પણ સતત વધારો નોંધાઇ રહ્યો છે. તેમાં પણ છેલ્લા પાંચ દિવસથી કોરોના (Corona) સંક્રમણમાં વિસ્ફોટ નોંધાયો છે. વિશ્વભરમાં આ મહામારીના કેસો ફરી પાછા વધવા લાગ્યા છે અને આ મહામારીનું સંક્રમણ વધે નહીં તેવા હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

આ પણ વાંચો : અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધ્યા, નવા 1835 કેસ નોંધાયા

આ પણ વાંચો :  GUJARATમાં કોરોનાનો મોટો વિસ્ફોટ, નવા 4213 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 14 હજારને પાર

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">