અમદાવાદ : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ધોળેશ્વર મહાદેવથી સ્વચ્છતા અભિયાન કરાવ્યું શરૂ, જુઓ વીડિયો
ગુજરાતના તમામ ધર્મસ્થાનો પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ સફાઈ અભિયાન આજથી 22 જાન્યુઆરી સુધી ચાલશે. આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ધોળેશ્વર મહાદેવમાં સ્વચ્છતા અભિયાન શરુ કરાવ્યું છે.
ગુજરાતના તમામ ધર્મસ્થાનો પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ સફાઈ અભિયાન આજથી 22 જાન્યુઆરી સુધી ચાલશે. આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ધોળેશ્વર મહાદેવમાં સ્વચ્છતા અભિયાન શરુ કરાવ્યું છે.
આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના પ્રવાસ હતા. તે દરમિયાન તેમને નાસિકના કાલારામ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. વડાપ્રધાન મોદીએ મંદિર પરિસરમાં સફાઈ કરીને સમગ્ર દેશને સ્વચ્છતાનો સંદેશ પણ આપ્યો હતો. ત્યારે વડાપ્રધાન મોદીએ લોકોને સંબોધિત કરતા કહ્યું હતુ કે આપણે બધા આપણી આસપાસના મંદિરની સાફ સફાઈ કરીએ. તેમને કહ્યું હતુ કે આપણે બધાને સાથે મળીને સ્વચ્છતાનું અભિયાન ચલાવીશું.આ સાથે જ જણાવ્યુ હતુ કે મંદિર પરિસરને સાફ કરવામાં શ્રમદાન કરો.