Gujarat માં ફરી કોરોનાના કેસ વધશે તો નિયંત્રણો લગાવવામાં આવશે : સીએમ રૂપાણી

રાજ્યમાં સરકાર પૂર્વવત્ સ્થિતિ કરી રહી છે. કારણ કે છેલ્લા 1 મહિનાથી કેસ ઘટી રહ્યા છે. પરંતુ જો ફરી કેસ વધશે તો નિયંત્રણો લગાવ્યા સિવાય સરકાર પાસે કોઇ વિકલ્પ નહીં હોય.

ગુજરાત(Gujarat)ના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ કર્યું છે કે જો રાજ્યમાં કોરોનાના(Corona) કેસ ફરી વધશે તો ફરી નિયંત્રણો લગાવવામાં આવશે. રાજ્યના મુખ્યપ્રધાન સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, હાલ રાજ્યમાં સરકાર પૂર્વવત્ સ્થિતિ કરી રહી છે.. કારણ કે છેલ્લા 1 મહિનાથી કેસ ઘટી રહ્યા છે. પરંતુ જો ફરી કેસ વધશે તો નિયંત્રણો લગાવ્યા સિવાય સરકાર પાસે કોઇ વિકલ્પ નહીં હોય.

તેથી લોકોને વારંવાર કહેવામાં આવે છે કોરોના ગાઇડલાઇનનું કડકાઇથી પાલન કરવામાં આવે. જે કોરોનાથી બચવાનો એક માત્ર ઉપાય છે. જેમાં માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટન્ટ જાળવવું અને વારંવાર હાથ સેનિટાઈઝ કરવા કે ધોવા. તેમજ બને ત્યાં સુધી ભીડભાડ વાળી જગ્યાથી દૂર રહેવું.

આ પણ વાંચો : Ayodhya: રામ મંદિરમાં શ્રધ્ધાળુઓ ડિસેમ્બર 2023માં રામલલ્લાના દર્શન કરી શકશે

આ પણ વાંચો : Tokyo Olympics 2020 Live : મહિલા હોકીમાં બ્રોન્ઝ મેડલની આશા, કુસ્તીમાં રવિ દહિયાનું શાનદાર પ્રદર્શન, લવલીનાએ જીત્યો બ્રોન્ઝ મેડલ

Click on your DTH Provider to Add TV9 Gujarati