જેમને કાયદાનું સન્માન તેનું પાલન અને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવે છે. તે જ ઘણી વાર કાયદાનું ભાન ભુલી જતા જોવા મળે છે. તાજેતરમાં રાજસ્થાન (Rajasthan) માં એક રેવ પાર્ટી (Rave Party) ઝડપાઇ છે. જેમાં બીજુ કોઇ નહીં પણ ગુજરાત CID ક્રાઇમના PI (PI of Gujarat CID Crime) ઝડપાયા છે. ગુજરાત CID ક્રાઇમના PI સહિત અન્ય 24 લોકોની રેવ પાર્ટીમાં ધરપકડ કરવામાં આવી છે.
રાજસ્થાનમાં હલ્દીઘાટી વિસ્તારમાં દારુની મહેફીલ ચાલી રહી હોવાની પોલીસને માહિતી મળી હતી. જે બાદ રાજસ્થાન પોલીસે જ્યાં પાર્ટી ચાલતી હતી તે હોટેલમાં રેડ પાડી હતી, નશામાં ઝૂમતા લોકોએ ભારે હોબાળો મચાવતા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે રેડ પાડતા ત્યાં દારુની મહેફીલ ચાલતી જોવા મળી હતી. પોલીસે હોટેલમાંથી 9 મહિલા સહિત 24 લોકોને દારૂની મહેફિલ માણતા ઝડપ્યા હતા. હોટેલના રૂમમાંથી ત્રણ પેટી બિયર અને દારૂ જપ્ત કરાયો છે.
નવાઇની વાત તો એ છે કે આ રેવ પાર્ટીમાં ગુજરાત CID ક્રાઇમના PI પર દારુના નશામાં ઝડપાયા છે. નશામાં ચુર થઇને પીઆઇ સહિત લોકોએ ભારે હોબાળો કર્યો હતો. જેથી શાંતિભંગના ગુના હેઠળ આ તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
બોલીવૂની ફિલ્મોમાં જે પ્રકારના પાર્ટી સીન બતાવવામાં આવે છે બસ આ પાર્ટીની અંદરનો માહોલ એવો જ હોય છે. ચારે તરફ યંગસ્ટર્સ જોવા મળે છે. આવી પાર્ટીમાં રંગબેરંગી લાઇટ્સ, દારુની બોટલ, બેસુધ થઇને નાચતા નબીરાઓ જોવા મળે છે. લોકો આવી પાર્ટીમાં નશો કરવા અને મ્યુઝિકના તાલે નાચવા આવે છે. આ પ્રકારની પાર્ટીમાં હાજર રહેવું એ અમુક વર્ગના લોકો માટે કુલ અને સ્ટેટસ માટેની વાત છે. લોકો આવી પાર્ટીમાં દારુના નશામાં ભાન ગુમાવીને નાચવુ પસંદ કરે છે. ચારે તરફ શોરગુલ હોય છે.
દુનિયાના કેટલાક એવા દેશ છે જેમાં આ પ્રકારની પાર્ટીઓ સામાન્ય વાત છે પરંતુ ભારતમાં આવું નથી. ભારતમાં આ પ્રકારની પાર્ટીઓ ગેરકાયદેસર રીતે યોજવામાં આવે છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-