Rajkot: નારાજ સમર્થકોએ આપ્યું વિંછીયા બંધનું એલાન, તો કુંવરજી બાવળિયાએ કરી આ અપીલ

નવા મંત્રીમંડળમાં સ્થાન ના મળતા કુંવરજી બાવળિયાના સમર્થક નારાજ હતા. અને બંધનું એલાન કર્યું હતું આવામાં નેતાએ તેમના સમર્થકોને વિરોધ ના કરવા અપીલ કરી હતી.

ગુજરાતની કમાન સંભાળવા નવા મુખ્યમંત્રી બાદ તેમના મંત્રીમંડળની રચના આજે થઇ. નો રીપીટ થીયરીને લઈને મંત્રીમંડળ રચવામાં આવ્યું છે. આ વચ્ચે ઘણા નેતા અને તેમના સમર્થકો નારાજ હોવાના અહેવાલ આવ્યા હતા. આવા જ એક અહેવાલ કુંવરજી બાવળિયાના હોમ ટાઉનમાંથી આવ્યા હતા.

રાજકોટ વીંછીયામાં વેપારી એસોશિયન દ્વાર જાહેર નોટિસ બોર્ડમાં વીંછીયા બંધનું એલાન કરવામાં આવ્યું હતું. તેમજ આ ઉપરાંત કુંવરજી બાવળિયાના સમર્થકોએ વીંછીયામાં વેપાર બંધ કરાવ્યાના સમાચાર હતા. તેમની માંગ હતી કે કુંવરજી બાવળિયાને મંત્રી પદે ચાલુ રાખવામાં આવે.

જો કે, શપથ સમારોહના આજના કાર્યક્રમ વચ્ચે કુંવરજી બાવળિયાએ પોતાનું નિવેદન આપ્યું. કુંવરજીએ કહ્યું કે પાર્ટીએ જે નિર્ણય કર્યો છે તે શિરોમાન્ય છે. તેમને એમ પણ કહ્યું કે કોઇપણ પ્રકારના પ્રપંચ વગર પાર્ટીના નિર્ણયને આવકારીને પાર્ટીને આગળ વધારવા પ્રયત્ન કરીએ. સાથે જ કુંવરજી બાવળિયાએ લોકોને કોઇપણ પ્રકારનો વિરોધ ન કરવા કરી અપીલ પણ કરી હતી. કુંવરજીએ નો રીપીટ થીયરીને આવકારતા વિરોધ ના કરવાની અપીલ લોકોને કરી.

 

આ પણ વાંચો: સૌનો કાર્યકાળ યશસ્વી રહે! PM મોદી અને અમિત શાહે નવા મંત્રીમંડળને પાઠવી શુભેચ્છાઓ

આ પણ વાંચો: Gujarat New Cabinet : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં ખાતાની વહેંચણી, હર્ષ સંઘવીને ગૃહ વિભાગ સોપાયું

Click on your DTH Provider to Add TV9 Gujarati