Gujarat Budget 2022 : વિધાનસભામાં બજેટ રજૂ કરતા પૂર્વે નાણા પ્રધાન કનુ દેસાઈએ આપ્યું મહત્વનું નિવેદન

ગુજરાતના નાણા પ્રધાન કનુ દેસાઈએ બજેટ રજૂ કરતા મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે દર વર્ષની જેમ આ વર્ષનું બજેટ પણ વધારા સાથેનું હશે.આ વખતના બજેટમાં યુવા મહિલા સહિત તમામ વર્ગ માટે સારું હશે.એટલું જ નહીં નોકરિયાતો માટે બજેટ સારું હશે તેવો દાવો કર્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2022 | 10:46 PM

ગુજરાત વિધાનસભાનું(Gujarat  Assembly)  બજેટ સત્ર બે માર્ચના રોજથી શરૂ થયું છે. જેમાં 3 માર્ચ અને ગુરુવારના રોજ વિધાનસભામાં ગુજરાતનું વર્ષ 2022-23નું બજેટ(Budget)  રજૂ થશે. જેમાં નાણા પ્રધાન કનુ દેસાઈ(Kanu Desai) પહેલીવાર બજેટ રજૂ કરશે. ત્યારે બજેટ રજૂ કરતા પહેલા નાણા પ્રધાન કનુ દેસાઇએ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે દર વર્ષની જેમ આ વર્ષનું બજેટ પણ વધારા સાથેનું હશે.આ વખતના બજેટમાં યુવા મહિલા સહિત તમામ વર્ગ માટે સારું હશે.એટલું જ નહીં નોકરિયાતો માટે બજેટ સારું હશે તેવો દાવો કર્યો હતો.

કુલ 22 દિવસનું બજેટ સત્ર હશે

ગુજરાતમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ  ગુરુવારે  પ્રથમ બજેટ રજૂ કરશે. વર્તમાન સત્રમાં 8 શનિવાર–રવિવારની રજાઓ સિવાય, સત્ર 18 માર્ચે હોળીની રજા સહિત 9 દિવસને બાદ કરતાં બાકીના 22 દિવસો માટે મળશે. વર્તમાન સરકાર તેના પ્રથમ બજેટમાં શિક્ષણ, આરોગ્ય, સામાજિક ન્યાય, સશકિતકરણ અને કૃષિની ગ્રાન્ટમાં વધારો કરી શકે છે. એકંદરે જોવામાં આવે તો આગામી ચૂંટણીને ધ્યાને રાખીને સરકાર લોકો માટે કલ્યાણકારી યોજનાઓથી ભરપૂર બજેટ લાવે તેવું લાગી રહ્યું છે. સરકારી યોજનાઓના લાભાર્થીઓ માટે આવક મર્યાદા વધારવામાં આવે તેવી પણ સંભાવના છે

નવા અને સુધારાત્મક વિધેયક લાવવામાં આવે તેવી સંભાવના

સત્ર દરમ્યાન ગુજરાત સરકાર દ્વારા કેટલાક નવા અને સુધારાત્મક વિધેયક લાવવામાં આવે તેવી સંભાવના છે જેમાં , લેન્ડ ગ્રેબિંગ સુધારા વિધેયક, નવું કૃષિ યુનીવર્સીટી બિલ, ઓન લાઇન જુગાર જેવી રમતો પર નિયંત્રણ લાદતું બિલ, મોલ સિનેમા જેવા જાહેર સ્થળોને cctvના એક્સેસની સત્તા આપતું બિલ, રખડતા પશુઓ ઉપર નિયંત્રણ માટેનું બિલ, અશાંત વિસ્તાર ધારા સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે.

આ પણ  વાંચો : Kutch : બે વર્ષ બાદ કોમી એકતાના પ્રતિક હાજીપીરના મેળાનું આયોજન, તૈયારીઓ પુરજોશમાં

આ પણ  વાંચો : Dahod : રશિયા યુક્રેન યુદ્ધમાં ફસાયેલી ઝાલોદની શિવાંગી પરત ફરી, પરિવારમાં ખુશીનો માહોલ

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">