વીડિયો : લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠક કબ્જે કરવા એક્શનમાં ભાજપ, 3-3ના ક્લસ્ટરના જૂથ બનાવી બેઠક દીઠ જવાબદારી સોંપાઇ
લોકસભા 2024 ચૂંટણીને ભાજપ એક્શન મોડમાં છે. દિલ્હી બાદ ગુજરાતમાં પણ સ્ક્રિનિંગ કમિટીની રચના કરાઇ છે. પ્રદેશ કક્ષાએ 5 નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. ભરત બોઘરાને બનાવાયા સ્ક્રિનિંગ કમિટીના અધ્યક્ષ બનાવાયા છે.
ગાંધીનગર: લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે હવે ગુજરાત ભાજપ એક્શન મોડમાં આવી ગયુ છે. દિલ્હી બાદ ગુજરાતમાં પણ સ્ક્રિનિંગ કમિટીની રચના ભાજપ દ્વારા કરવામાં આવી છે.અન્ય પક્ષમાંથી નેતાઓ, સામાજિક અગ્રણીઓને ભાજપમાં જોડવા કમિટીની રચના કરવામાં આવી છે. તો સાથે જ 26 બેઠકો માટે 3-3ના ક્લસ્ટરના જૂથ બનાવી દરેક બેઠક દીઠ જવાબદારી નક્કી કરી છે.
લોકસભા 2024 ચૂંટણીને ભાજપ એક્શન મોડમાં છે. દિલ્હી બાદ ગુજરાતમાં પણ સ્ક્રિનિંગ કમિટીની રચના કરાઇ છે. પ્રદેશ કક્ષાએ 5 નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. ભરત બોઘરાને બનાવાયા સ્ક્રિનિંગ કમિટીના અધ્યક્ષ બનાવાયા છે. તો મંત્રી પ્રફુલ પાનસેરિયા, ધારાસભ્ય જગદીશ મકવાણાનો કમિટીના સમાવેશ કરવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણી પહેલાં લોકોને ભાજપ સાથે જોડવા 5 નેતાઓ સંકલન કરશે. કમિટીના નેતાઓ સાથે સંકલન બાદ જ ભાજપમાં એન્ટ્રી આપશે. કેટલાક રાજ્યના કડવા અનુભવ બાદ દેશભરમાં કમિટી રચવા ભાજપનો આદેશ છે.
લોકસભાની ચૂંટણી માટે ગુજરાત ભાજપે તમામ 26 બેઠકો માટે ખાસ એક્શન પ્લાનબનાવ્યો છે . ભાજપે 26 બેઠકો માટે 3-3ના ક્લસ્ટરના જૂથ બનાવી દરેક બેઠક દીઠ જવાબદારી નક્કી કરી છે. જે અંતર્ગત ભાજપે જૂના જોગીઓને કમાન સોંપી છે. પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આર. સી. ફળદુને જવાબદારી સોંપવામાં આવી છે. તો જ્યોતિ પંડ્યા, અમિત ઠાકર, કે.સી. પટેલનો પણ ટીમમાં સમાવેશ કરાયો છે. નરહરિ અમીન, બાબુભાઇ જેબલિયાને પણ મહત્વની જવાબદારી સોંપાઇ છે.
કોને કઈ બેઠકની જવાબદારી?
- પ્રદીપસિંહ જાડેજા-વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ
- ભૂપેન્દ્રસિંહ ચુડાસમા- ભાવનગર, જૂનાગઢ, અમરેલી
- આર. સી. ફળદુ- રાજકોટ, જામનગર, પોરબંદર
- નરહરિ અમીન-ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ
- અમિત ઠાકર-બનાસકાંઠા, પાટણ, કચ્છ
- બાબુ જેબલિયા-સુરેન્દ્રનગર, મહેસાણા, સાબરકાંઠા
- કે. સી. પટેલ-અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, ગાંધીનગર
- જ્યોતિ પંડ્યા-સુરત, નવસારી, વલસાડ, બારડોલી
આ પણ વાંચો- સુરત : દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી વિઝિબ્લિટીમાં ઘટાડો, વાહનો ધીમી ગતિએ દોડ્યા, જાણો કેમ?
6 જાન્યુઆરીના રોજ ગાંધીનગરમાં મહત્વપૂર્ણ બેઠક મળવા જઇ રહી છે. જેમાં ચૂંટણીલક્ષી વિવિધ કાર્યક્રમોના અમલીકરણ મુદ્દે ચર્ચા થશે.
