અમદાવાદ કોર્પોરેશન દ્વારા ટાગોર હોલ ખાતે સુશાસન દિવસની ઉજવણી કરાઇ

ગુજરાત સરકારના સુશાસનથી વિવિધ યોજનાઓ અંતર્ગત ભાર્થીઓને સહાય વિતરણ કરાયું હતું. શેરી ફેરિયાઓને પ્રમાણપત્ર અને લૉન સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Dec 26, 2021 | 6:28 PM

અમદાવાદ(Ahmedabad) કોર્પોરેશન દ્વારા ટાગોર હોલ ખાતે સુશાસન દિવસની(Sushashan Day) ઉજવણી કરવામાં આવી હતી.જેમાં કેબિનેટ પ્રધાન પ્રદીપ પરમાર(Pradip Parmar) અને રાજયકક્ષાના પ્રધાન જગદીશ પંચાલ (Jagdish Panchal) હાજર રહ્યા હતા.

તેમજ સરકારના સુશાસનથી વિવિધ યોજનાઓ અંતર્ગત ભાર્થીઓને સહાય વિતરણ કરાયું હતું. શેરી ફેરિયાઓને પ્રમાણપત્ર અને લૉન સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.. અને પ્રધાનપ્રધાન આવાસ યોજના હેઠળ ઘર ખરીદનારને મળતી સહાયનું વિતરણ તથા શહેરીજનોને સૂકો અને ભીનો કચરો અલગ રાખવા માટે કચરાપેટીઓનું વિતરણનો પ્રારંભ કરાયો હતો.

ત્યારબાદ સામુહિક સફાઈ ઝુંબેશના ભાગરૂપે જાહેર સ્થળોએ સફાઈ કરવાને બદલે ટાગોર હોલના એક ખૂણામાં સફાઈનું નાટક કરવામાં આવ્યું હતું. ટાગોર હોલના મેદાનમાં કચરો નહોતો ત્યાં રાજયકક્ષાના પ્રધાન જગદીશ પંચાલે થોડા કાગળો વીણી સફાઈનું નાટક કર્યું હતું.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati