ગુજરાતના કૃષિમંત્રીએ ખેડૂતોના આંદોલન પરત લેવાના નિર્ણયને આવકાર્યો

ગુજરાતના કૃષિમંત્રી રાધવજી પટેલે કહ્યું કે પીએમ મોદીએ ખેડૂતોના હિતના લીધેલા નિર્ણયના દિવસે જ આંદોલન પરત લેવાની જરૂર હતી. જો કે તેમ છતાં આજે જે નિર્ણય લીધો છે તેને હું આવકારું છું.

ગુજરાતના કૃષિમંત્રીએ ખેડૂતોના આંદોલન પરત લેવાના નિર્ણયને આવકાર્યો
Raghvji Patel
TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Dec 09, 2021 | 5:49 PM

ગુજરાતના(Gujarat)કૃષિમંત્રી રાધવજી પટેલે (Raghvji Patel)કિસાનોએ (Farmers)કૃષિ કાયદા અંગેના આંદોલનને પીએમ મોદીએ(PM Modi)કૃષિ કાયદા પરત લેવાના કરેલી જાહેરાત બાદ આજે સ્થગિત કરવાના નિર્ણયને આવકાર્યો છે. તેમણે કહ્યું હતું કે આ આંદોલન તો પીએમ મોદીએ ખેડૂતોના હિતના લીધેલા નિર્ણયના દિવસે જ પરત લેવાની જરૂર હતી. જો કે તેમ છતાં આજે જે નિર્ણય લીધો છે  તેને આવકારું છું.

યુનાઇટેડ કિસાન મોરચા (SKM)ની બેઠક બાદ ખેડૂતોના આંદોલનને સમાપ્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતો 11 ડિસેમ્બર સુધીમાં દિલ્હી બોર્ડરને ખુલ્લી કરી દેશે. ગુરુવારે સવારે સરકાર તરફથી સત્તાવાર પત્ર મળ્યા બાદ ગુરુવારે બપોરે ખેડૂતોની બેઠક યોજાઈ હતી, જે બાદ ખેડૂતોનું આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી છે.

સિંધુ બોર્ડર પર ખેડૂતોનું આંદોલન(Farmer Protest) સ્થગિત થયુ છે. અમારી સહયોગી ચેનલ ટીવી 9 ભારતવર્ષ સાથે વાતચીતમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait)જણાવ્યુ કે આંદોલન પૂર્ણ નહીં પણ સ્થગિત થયુ છે.જે ખેડૂતોને ઘરે જવુ હોય તે ઘરે જઇ શકે છે. તેમણે જણાવ્યુ કે કાલે સૈનિકો (Soldiers)ના અંતિમ સંસ્કાર છે. શોકના આ સમયમાં અમે સેૈનિકોની સાથે છે. તેમણે કહ્યુ કે 15 જાન્યુઆરીએ ફરી SKMની બેઠક થશે.

આ પણ વાંચો : SURAT : પાંડેસરામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ-મર્ડર કેસમાં આવતીકાલે પોક્સો કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે

આ પણ વાંચો : બનાસકાંઠાના ડીસામાંથી ઝડપાયું કરવેરા ચોરીનું 5.98 કરોડનું કૌભાંડ, પોલીસ ફરિયાદ દાખલ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati