રામમંદિરના ધ્વજ સ્તંભ સાથે અમદાવાદમાં શોભાયાત્રા, શંખનાદ અને ઢોલ નગારા સાથે યાત્રા શરૂ થઇ, જુઓ વીડિયો
અમદાવાદના ગોતા વિસ્તારમાં ધ્વજ સ્તંભ તૈયાર થયા છે. 5500 કિલોના મુખ્ય ધ્વજ દંડ સાથે અન્ય દંડ પણ તૈયાર કરાયા છે. શંખનાદ અને ઢોલ નગારા સાથે શોભાયાત્રા શરૂ થઇ છે.
અયોધ્યાના રામમંદિરના ધ્વજ સ્તંભ સાથે આજે અમદાવાદમાં ભવ્ય શોભાયાત્રા શરુ કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રામમંદિર પર સુશોભિત થનારા ધ્વજ માટેના ધ્વજ સ્તંભ સાથે આ યાત્રાનું આયોજન કરાયુ છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાવાના છે.
5500 કિલોના મુખ્ય ધ્વજ દંડ સાથે અન્ય દંડ તૈયાર
અમદાવાદના ગોતા વિસ્તારમાં ધ્વજ સ્તંભ તૈયાર થયા છે. 5500 કિલોના મુખ્ય ધ્વજ દંડ સાથે અન્ય દંડ પણ તૈયાર કરાયા છે. શંખનાદ અને ઢોલ નગારા સાથે શોભાયાત્રા શરૂ થઇ છે. કેસરિયા સાફ સાથે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. જય શ્રી રામ અને કેસરિયા ધ્વજ સાથે ધ્વજ દંડ આજે જ યાત્રા બાદ રવાના કરવામાં આવશે.
ધ્વજદંડ સંપૂર્ણપણે શુદ્ધ પિત્તળમાંથી જ તૈયાર
રામમંદિરના તમામ ધ્વજદંડ સંપૂર્ણપણે શુદ્ધ પિત્તળમાંથી જ તૈયાર થયા છે. ધ્વજદંડના નિર્માણમાં અન્ય કોઈપણ ધાતુનો ઉપયોગ નથી કરાયો. મંદિરના મુખ્ય ધ્વજદંડની લંબાઈ 44 ફૂટ છે. જ્યારે ધ્વજદંડનો ગોળાર્ધ 9.5 ઈંચ છે. ધ્વજદંડની વોલ થિકનેસ એટલે કે જાડાઈ 1 ઈંચની છે. સમગ્ર ધ્વજદંડનું વજન 5 હજાર પાંચસો કિલોગ્રામ છે. છેલ્લાં 81 વર્ષમાં આટલો વિશાળ ધ્વજદંડ ક્યારેય તૈયાર નથી થયો.
આ પણ વાંચો-વલસાડના સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમમાં આજથી શરુ થઈ સૌથી લાંબી ટૂર્નામેન્ટ
કુલ 7 ધ્વજદંડ તૈયાર કરવામાં આવ્યા
અયોધ્યા રામ મંદિર પર લગાવવા માટે એક મુખ્ય ધ્વજદંડ સહિત કુલ 7 ધ્વજદંડ તૈયાર કરવામાં આવ્યા છે. અમદાવાદની શ્રી અંબિકા એન્જિનિયરિંગ વર્ક્સ કંપનીએ તેને સફળતા પૂર્વક પાર પાડ્યું છે. અયોધ્યા મંદિર માટેનો મુખ્ય ધ્વજદંડ ખરાં અર્થમાં વિશેષ છે. કહેવાય છે કે ભૂતકાળમાં આટલા વિશાળ ધ્વજદંડનું નિર્માણ ક્યારેય નથી થયું. જે રીતે અયોધ્યા મંદિર અત્યંત વિશાળ છે. એ જ દૃષ્ટિએ મુખ્ય મંદિર પર લાગનારો મુખ્ય ધ્વજદંડ પણ એટલો જ વિશાળ છે. આ ઉપરાંત 2 કિલો વજનના નાના કડાં, 18 કિલો વજનના મધ્યમ કડાં અને 36 કિલો વજનનો એક એવા અત્યંત મોટા કદના કડાં પણ ખાસ મંદિર માટે તૈયાર કરવામાં આવ્યા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
