વડોદરા ગોત્રી દુષ્કર્મ કેસમાં પીડિતાના મદદગાર અલ્પુ સિંધીની હરિયાણાથી ધરપકડ

વડોદરાના ગોત્રી દુષ્કર્મ કેસમાં પીડિતાને મદદ કરનાર અલ્પુ સિંધીને  હરિયાણાના ગુડગાવથી ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમની ટીમે સયુંકત ઓપરેશનમાં દબોચી લીધો હતો.

વડોદરાના(Vadodara)ગોત્રી દુષ્કર્મ કેસમાં(Gotri Rape Case)ક્રાઇમ બ્રાન્ચે(Crime Branch)આરોપી રાજુ ભટ્ટ અને અશોક જૈનની ધરપકડ બાદ એક વધુ ધરપકડ કરી છે. જેમાં કથિત રીતે પીડિતાને મદદ કરનાર અલ્પુ સિંધીની પણ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. હરિયાણાના ગુડગાવથી ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમની ટીમે સયુંકત ઓપરેશનમાં અલ્પુ સિંધીને દબોચી લીધો હતો.

અલ્પુ સિંધી પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હતો. વડોદરાના હાઈપ્રોફાઈલ દુષ્કર્મની ફરિયાદમાં અલ્પુ સિંધીની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. જેની બાદ પોલીસ તેની સતત શોધી રહી હતી. જેની બાદ પોલીસે અનેક ટીમો બનાવીને શોધખોળ આરંભી હતી.

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે ક્રાઇમ બ્રાન્ચે આજે પાલીતાણાથી ગોત્રી રેપ કેસના આરોપી અશોક જૈનની ધરપકડ કરી હતી. તેને ત્યાંથી વડોદરા લાવવામાં આવી રહ્યો છે.

વડોદરાના ગોત્રી દુષ્કર્મ કેસમાં પીડિતાને મદદ કરનાર અલ્પુ સિંધીને  હરિયાણાના ગુડગાવથી ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમની ટીમે સયુંકત ઓપરેશનમાં દબોચી લીધો હતો.

આ પણ વાંચો :RAJKOT : નવરાત્રિ ટાણે જ ખાદ્યતેલોના ભાવમાં ભડકો, સિંગતેલ-કપાસિયા તેલના ભાવમાં વધારો

આ પણ વાંચો : ભાજપે દાદરા નગર હવેલીની લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે મહેશ ગાવિતને ટીકીટ આપી

Click on your DTH Provider to Add TV9 Gujarati