વડોદરાના ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી અશોક જૈનને પોટેન્સી ટેસ્ટ માટે અમદાવાદ લવાશે 

ગોત્રી હોસ્પિટલમાં પોટેન્સી ટેસ્ટ શક્ય ન બનતા હવે તેને આજે અમદાવાદ લવાશે અને પોટેન્સી ટેસ્ટ કરાશે.મહત્વપૂર્ણ છે કે ગોત્રી દુષ્કર્મ કેસનો મુખ્ય આરોપી અશોક જૈન છે.

વડોદરાના(Vadodara) ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસના(Gotri Rape Case)આરોપી અશોક જૈનને(Ashok Jain) આજે અમદાવાદ લવાશે.જ્યાં તેનો પોટેન્સી ટેસ્ટ(Potency Test)કરવામાં આવશે.મહત્વપૂર્ણ છે કે આરોપી અશોક જૈનનો વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે ટેસ્ટ કરવાનો પ્રયાસ કરાયો હતો.

જોકે 3 કલાકની મહેનત બાદ પણ ગોત્રી હોસ્પિટલમાં પોટેન્સી ટેસ્ટ શક્ય ન બનતા હવે તેને આજે અમદાવાદ લવાશે અને પોટેન્સી ટેસ્ટ કરાશે.મહત્વપૂર્ણ છે કે ગોત્રી દુષ્કર્મ કેસનો મુખ્ય આરોપી અશોક જૈન છે.

આ અગાઉ આરોપી અશોક જૈનને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો.જ્યાં પોલીસે તપાસના વિવિધ મુદ્દાઓ રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા.જોકે કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.ત્યારે આ રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપી અશોક જૈનના મોબાઇલની તપાસ કરશે સાથે જ સ્પાય કેમેરો ક્યાં છૂપાવવામાં આવ્યો છે તેની પણ તપાસ કરશે.

જોકે કોર્ટમાં બચાવપક્ષના વકીલે ધારદાર રજૂઆત કરીને નિષ્પક્ષ તપાસની માગ કરી સાથે જ બચાવપક્ષે રજૂ કરેલા મુદ્દાઓને પણ ધ્યાન પર લેવામાં આવે તેવી કોર્ટ સમક્ષ વિનંતી કરી હતી.

વડોદરા ગોત્રી રેપકાંડના મુખ્ય સૂત્રધાર ભાગેડુ આરોપી અશોક જૈનની પાલીતાણાથી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. વડોદરા(Vadodara) શહેરના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસમાં(Gotri Rape Case) આરોપી અશોક જૈન(Ashok Jain)શોધવા પોલીસે એડીચોટીનું જોર લગાવી દીધુ હતું. જેમાં અશોક જૈનને ઝડપી પાડવા પોલીસની 2 ટીમોએ રાજસ્થાન અને યુપીમાં ધામા નાખ્યા હતા

આ પણ વાંચો : વર્ષ 2024ની ચૂંટણીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ ચૂંટાશે : અમિત શાહ

આ પણ વાંચો:  અમદાવાદ મનપાએ ત્રણ મહિનામાં 28 રિઝર્વ પ્લોટ પરથી દબાણો દૂર કરી પ્લોટ ખુલ્લા કર્યા

Click on your DTH Provider to Add TV9 Gujarati