Vadodara: રાજ્યમાં પોલીસ પર હુમલાની ઘટના અટકી નથી રહી, હવે ગોધરાની તસ્કર ગેંગે PCR વાન પર ટ્રક ચઢાવવાનો કર્યો પ્રયાસ

વડોદરામાં (Vadodara) ટ્રક સાથેની ટક્કરમાં PCR વાનના ડ્રાઇવરને ઇજા પહોંચી. તો પોલીસે કરેલી નાકાબંધીને પગલે તસ્કર ગેંગના 4 સભ્યો છાણી નજીકથી ઝડપી લેવાયા. જેમના વિરૂદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2022 | 4:04 PM

રાજ્યમાં ફરી એકવાર ચોર-પોલીસ વચ્ચે ભાગમભાગના ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા . વડોદરામાં (Vadodara) ગોધરાની (Godhara) ગેંગને પડકારતા, ટ્રકમાં સવાર તસ્કરોએ પોલીસની વાન (PCR Van) પર ટ્રક ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. કંટ્રોલ રૂમ દ્વારા શંકાસ્પદ હિલચાલની બાતમી મળતા, નંદેસરી પોલીસે નેશનલ હાઇવે-8 પરથી પસાર થતી ટ્રકને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ટ્રકચાલક અટક્યો નહીં અને ફિલ્મી દ્રશ્યો હતા. જો કે આ ઘટનામાં ટ્રક સાથેની ટક્કરમાં PCR વાનના ડ્રાઇવરને ઇજા પહોંચી છે. જે પછી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. તો નાકાબંધી કરીને પોલીસે છાણી નજીકથી ટ્રકચાલક સહિત 4 આરોપીને ઝડપી પાડ્યા હતા.

PCR વાન પર ટ્રક ચઢાવવાનો પ્રયાસ

વડોદરામાં ગોધરાની તસ્કર ગેંગે PCR વેન પર ટ્રક ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. કંટ્રોલ રૂમના આદેશથી નંદેસરી પોલીસ મથકની PCR વેન દ્વારા ટ્રકનો પીછો કરવામાં આવ્યો હતો. જે દરમિયાન ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા. આગળ તસ્કરોની ટ્રક અને પાછળ પોલીસની વાન. જોકે ભાગવાનો રસ્તો ન મળતા, તસ્કરોની ટ્રકે પોલીસની વાન પર ટ્રક ચઢાવી અને વાસદ ટોલનાકાથી પરત છાણી તરફ ભાગવાનો પ્રયાસ કર્યો. ટ્રક સાથેની ટક્કરમાં PCR વાનના ડ્રાઇવરને ઇજા પહોંચી. તો પોલીસે કરેલી નાકાબંધીને પગલે તસ્કર ગેંગના 4 સભ્યો છાણી નજીકથી ઝડપી લેવાયા. જેમના વિરૂદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આણંદમાં પણ બની કઇક આવી જ ઘટના

ગઇકાલે આણંદના બોરસદમાં ટ્રકચાલકે ટ્રાફિક પોલીસકર્મીને કચડી નાખ્યો હતો. શંકાસ્પદ ટ્રકચાલકને રોકવા જતા, ટ્રાફિક પોલીસકર્મીને ટ્રકે ટક્કર મારી અને ટૂંકી સારવાર દરમિયાન પોલીસકર્મીનું મૃત્યુ નિપજ્યું. તો આજે પણ કંઇક આવી જ ઘટના સામે આવી,,,જેમાં પોલીસકર્મીઓ પર હુમલાનો પ્રયાસ થયો. ત્યારે અહીં સવાલ એ સર્જાય છે કે કેમ ખાખીના ઇરાદાઓને કચડવાની ઘટનાઓ વધી રહી છે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">