ગુગલ મેપે ગોથે ચઢાવ્યો ! સુરતના યુવકને ગુગલ મેપે અધૂરા એક્સપ્રેસવે પર ચઢાવી દીધો, કિચડમાં કાર પલટી ગઇ, જુઓ Video
ટેકનોલોજીનો વિકાસ થતા અને દરેકના હાથમાં સ્માર્ટ ફોન આવતા હવે લોકો કોઇપણ સ્થળે જવા ગુગલ મેપની મદદ લેતા થયા છે. જો કે આ જ ટેકનોલોજીનો સહારો લેવો સુરતના એક યુવકને મોંઘો પડ્યો છે. સુરતના યુવકને ગુગલ મેપે ના માત્ર ગોથે ચઢાવ્યો, પરંતુ તેનો અકસ્માત પણ સર્જાયો હતો.
પહેલાના સમયમાં કોઇ પણ નવા માર્ગ પર જવા માટે લોકો રાહદારીને રસ્તો પુછતા હતા. જોકે હવે ટેકનોલોજીનો વિકાસ થતા અને દરેકના હાથમાં સ્માર્ટ ફોન આવતા હવે લોકો કોઇપણ સ્થળે જવા ગુગલ મેપની મદદ લેતા થયા છે. જો કે આ જ ટેકનોલોજીનો સહારો લેવો સુરતના એક યુવકને મોંઘો પડ્યો છે. સુરતના યુવકને ગુગલ મેપે ના માત્ર ગોથે ચઢાવ્યો, પરંતુ તેનો અકસ્માત પણ સર્જાયો હતો. આ યુવકનો જીવ માંડ માંડ બચ્યો છે.
ઘટના કઇક એવી છે કે સુરતના માંગરોળમાં રહેતો યુવક પોતાની કાર લઇને પોતોના વતન જવા નીકળ્યો હતો. ગુગલ મેપનો સહારો લઇને તે જઇ રહ્યો હતો. આ દરમિયાન તે અધુરા દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પર ચઢી ગયો હતો. સુરતમાં દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વેનું કામ હજુ ચાલી રહ્યુ છે. આ એક્સપ્રેસ વેનું કામ સુરત અને ભરૂચ જિલ્લામાં હજુ અધુરુ છે. જો કે આ રસ્તામાં અમુક લાઇન હાલ ખોલી દેવામાં આવી છે. ત્યારે આ યુવક ગુગલ મેપના આધારે આ એક્સપ્રેસ વે પર ચઢી ગયો હતો.
આ અધૂરા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર રાત્રી દરમિયાન તે અચાનક કીચડવાળા રસ્તામાં ઘુસી ગયો અમે ઊંચાઇ પરથી ખાબક્યો હતો. કાદવ કીચડવાળી માટી પુરાણની એક જગ્યાએ તે ફસાઇ ગયો હતો. જો કે સદનસીબે આ યુવકનો ચમત્કારિક બચાવ થયો છે. વહેલી સવારે કારને માટીમાંથી બહાર કાઢવામાં આવી છે.
મહત્વનું છે કે એક્સપ્રેસ વે પર કોઇપણ જાતના બેરિકેટ પણ હતા નહીં. જેના કારણે આ યુવક અકસ્માતનો ભોગ બન્યાનું સામે આવ્યુ છે. અવારનવાર આ અંગેની ફરિયાદ તંત્રને કરવામાં આવતી હોય છે. સ્થાનિક લોકોએ પણ આ ઘટના બાદ તંત્ર પર રોષ ઠાલવ્યો છે.
(ઇનપુટ-મેહુલ ભોકળવા, સુરત)
