રાજકોટ : ગોંડલમાં આધારકાર્ડની ઢીલી કામગીરીથી સ્થાનિકોને હાલાકી, જુઓ વીડિયો
રાજકોટના ગોંડલમાં આધારકાર્ડનું કામ જ અદ્ધરતાલ છે.ગોંડલીની દેવપરા પોસ્ટ ઓફિસ બહાર આધારકાર્ડની કામગીરી થાય છે.ઓફિસ બહાર લાંબી કતારો,ટોકન લેવા માટે અરજદારની પડાપડી થઈ રહી છે. આધારકાર્ડ બનાવડાવા રોજના ત્રણચાર ધક્કા ખાવાનો વારો ગોંડલવાસીઓને આવ્યો છે.
રાજકોટના ગોંડલમાં આધારકાર્ડનું કામ જ અદ્ધરતાલ છે. ગોંડલીની દેવપરા પોસ્ટ ઓફિસ બહાર આધારકાર્ડની કામગીરી થાય છે.ઓફિસ બહાર લાંબી કતારો,ટોકન લેવા માટે અરજદારની પડાપડી થઈ રહી છે. આધારકાર્ડ બનાવડાવા રોજના ત્રણચાર ધક્કા ખાવાનો વારો ગોંડલવાસીઓને આવ્યો છે. આધાર જેવા મહત્વના દસ્તાવેજ વગર આજે ચાલે નહીં.
કારણ કે દરેક કામમાં આધારકાર્ડની જરૂર હોય પરંતુ અહીં આધારકાર્ડ કાઢવાની ઢીલી કામગીરી અને અવારનવાર ટેક્નિકલ ક્ષતિને કારણે અરજદારોનું કામ ટલ્લે ચડી જાય છે. હવે પ્રશ્ન થાય કે પોસ્ટ ઓફિસમાં આધારકામનું ભારણ વધારે હોય તો બીજા કેન્દ્ર પર આધારકાર્ડ કઢાવી શકાય. પરંતુ સમગ્ર ગોંડલમાં આધાર કેન્દ્રો પર એજ હાલ છે.
આધારકાર્ડની ઢીલી કામગીરીથી શહેરીજનો તેમજ આસપાસના ગ્રામજનો હેરાન થઈ ગયા છે.લોકો પાતનું કામ મુકીને આધારકાર્ડની લાઈનમાં સવારથી જ ઉભા રહી જાય છે.અને એવા જો કોઈ ટેક્નિકલ ક્ષતિ આવે તો અરજદારને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. કેટલાક લોકો તો 3થી 4 દિવસ ધક્કા ખાય તો પણ આધારકાર્ડ નીકળતું નથી.
ઓફિસમાં હાલ એક આધાર ઓપરેટર ફરજ બજાવે છે. તેમનું કહેવું છે કે રોજના 25 જેટલા લોકોનું કામ થાય છે.પરંતુ અરજદારો વધુ આવે છે જેનાથી કામ થઈ શકતું નથી.ઓપરેટરનું કહેવું છે કે અમે સરકારી નિયમ મુજબ ફરજ બજાવીએ છીએ પરંતુ કામનું ભારણ વધુ હોય તો કેવી રીતે ઉકેલ આવે?
