Ahmedabad : અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપાઈ સોનાની દાણચોરી, 59.70 લાખનું સોનું ઝડપાયું, જુઓ Video

Ahmedabad : અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપાઈ સોનાની દાણચોરી, 59.70 લાખનું સોનું ઝડપાયું, જુઓ Video

| Edited By: | Updated on: Oct 05, 2025 | 12:16 PM

અમદાવાદના એરપોર્ટ પરથી ફરી એક વાર દાણચોરીનો પર્દાફાશ થયો છે. દુબઈથી આવતા મુસાફર પાસેથી 59.70 લાખનું સોનું ઝડપાયું છે. મુસાફરે જીન્સમાં ચોરખાનું બનાવી સોનું છુપાવ્યું હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદના એરપોર્ટ પરથી ફરી એક વાર દાણચોરીનો પર્દાફાશ થયો છે. દુબઈથી આવતા મુસાફર પાસેથી 59.70 લાખનું સોનું ઝડપાયું છે. મુસાફરે જીન્સમાં ચોરખાનું બનાવી સોનું છુપાવ્યું હોવાનું સામે આવ્યું છે. કપડાના બે સ્તર વચ્ચે સોનાની પેસ્ટ છૂપાવી હતી.મુસાફર પાસેથી કૂલ 491 ગ્રામ સોનું મળી આવ્યું છે. કસ્ટમ વિભાગે સોનું જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના એરપોર્ટ પરથી એક વાર દાણચોરીનો પર્દાફાશ થયો છે. કસ્ટમ વિભાગે 59.70 લાખનું સોનું ઝડપાયું છે. મુસાફરે જીન્સમાં ચોરખાનું બનાવી સોનું છુપાવ્યું હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું હતુ 7 કરોડનું સોનું

આ અગાઉ પણ અમદાવાદ એરપોર્ટ પરથી 7 કરોડનું સોનું ઝડપવામાં આવ્યું હતુ. DRIએ અમદાવાદ એરપોર્ટ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ. ત્યારે કરોડોના હીરા ઝડપાયા હતા. DRIએ અમદાવાદથી વિયેતનામ જતા વ્યક્તિની ધરપકડ કરી હતી.

DRIએ 2 પેકેટ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ ગુપ્ત ભાગે હીરા સંતાડ્યા હોવાનું સામે આવ્યું હતુ. હીરા બજારમાં મંદીના કારણે તસ્કરી તરફ આરોપી વળ્યો હતો. આરોપીને વિયેતનામની ટ્રિપ અને 20 હજારની ઓફર મળી હતી. 20 હજારની લાલચમાં હીરાની તસ્કરી કરવા જતો હોવાનો ખુલાસો થયો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 05, 2025 12:14 PM