Gold Silver Rate : સોનાના ભાવમાં થયેલો ધરખમ વધારો એકદમથી જ થયો ‘ધડામ’, ચાંદીના ભાવમાં પણ લાગી બ્રેક – જુઓ Video

Gold Silver Rate : સોનાના ભાવમાં થયેલો ધરખમ વધારો એકદમથી જ થયો ‘ધડામ’, ચાંદીના ભાવમાં પણ લાગી બ્રેક – જુઓ Video

| Edited By: | Updated on: Aug 12, 2025 | 8:30 PM

છેલ્લા કેટલાંક દિવસોથી સોનાના ભાવમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી પરંતુ આજનો ભાવ જાણીને રોકાણકારોમાં ચિંતા છવાઈ છે. બીજીબાજુ ચાંદીમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

સોનામાં જોવા મળેલી તેજી પર અચાનક બ્રેક વાગી છે. સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે રૂ. 1,500 નો ઘટાડો થયો છે, જ્યારે ચાંદીના ભાવમાં પ્રતિ કિલો રૂ. 2,000 નો ઘટાડો નોંધાયો છે.

હાલ 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 1,00,700 છે, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ રૂ. 1,15,000 સુધી પહોંચી ગયો છે. બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોનાને ટેરિફમાંથી મુક્ત રાખવાની જાહેરાત કરી હતી.

આ જાહેરાત બાદ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં અચાનક રૂ. 1,400 થી વધુનો ઘટાડો થયો હતો. સોમવારે, છેલ્લા ટ્રેડિંગ દિવસે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ રૂ. 1,409 ઘટ્યો હતો. ટ્રમ્પની જાહેરાત પછી આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો