Girsomnath : મેઘાની મહેરથી ખેડૂતોમાં ખુશી, કાચા સોના જેવો પાક બચી ગયો

ખેડૂતોને ચિંતા હતી કે, જો ચોમાસું વધુ લંબાશે તો ખેડૂતોને વધુ નુકસાન થવાની ભીતિ હતી. પરંતુ બે દિવસથી વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

Girsomnath : રાજ્યમાં બે દિવસ સારો વરસાદ થતા જગતના તાતને માથેથી ભાર હળવો થયો છે. તાઉ તે વાવાઝોડાને પગલે ગીર સોમનાથના ખેડૂતો પાયમાલ બન્યા હતા. તો બીજી તરફ ચોમાસું લંબાતા ગીરના ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. મુરઝાતી મોલાતને પાણી ક્યાંથી આપીશું તે મોટો સવાલ હતો. ગીરનાં મુખ્ય પાંચ ડેમ પૈકી બે ડેમોના તો તળીયા પણ દેખાઈ ચુક્યા હતા. ખેડૂતોને ચિંતા હતી કે, જો ચોમાસું વધુ લંબાશે તો ખેડૂતોને વધુ નુકસાન થવાની ભીતિ હતી. પરંતુ બે દિવસથી વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

 

Click on your DTH Provider to Add TV9 Gujarati