AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગાંધીનગરઃ વિધાનસભામાં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી, વિધાનસભા અધ્યક્ષ, મુખ્યમંત્રી અને વિપક્ષ તરીકે બાલિકા સંભાળશે જવાબદારી

ગાંધીનગરઃ વિધાનસભામાં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી, વિધાનસભા અધ્યક્ષ, મુખ્યમંત્રી અને વિપક્ષ તરીકે બાલિકા સંભાળશે જવાબદારી

Kinjal Mishra
| Edited By: | Updated on: Jan 29, 2024 | 1:06 PM
Share

દેશની દીકરીઓ પોતાના અધિકારો પ્રત્યે વધુ જાગૃત થાય તે આશયથી પ્રતિ વર્ષ 24 જાન્યુઆરીને સમગ્ર દેશમાં આંતરાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસને વધુ ખાસ અને યાદગાર બનાવવા માટે વિધાનસભાગૃહમાં પણ આજે ‘તેજસ્વિની વિધાનસભા’નું આયોજન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત વિધાનસભામાં રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવાશે

આજે ગુજરાત વિધાનસભામાં અનોખી રીતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી થવાની છે. બાલિકા દિવસને લઈને મોક વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 182 વિદ્યાર્થિનીઓ વિધાનસભાનું સંચાલન કરવાની છે. બાલિકોઓ આજે વિધાનસભા અધ્યક્ષ, મુખ્યમંત્રી અને વિપક્ષ નેતા તથા મંત્રી તરીકે કામ કરતી જોવા મળશે. વિધાનસભા અધ્યક્ષ અને મુખ્યપ્રધાન કાર્યક્રમની શરૂઆત કરાવવામાં આવશે.

વિધાનસભા ગૃહમાં બાલિકોઓ આજે કરશે સંચાલન

દેશની દીકરીઓ પોતાના અધિકારો પ્રત્યે વધુ જાગૃત થાય તે આશયથી પ્રતિ વર્ષ 24 જાન્યુઆરીને સમગ્ર દેશમાં આંતરાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસને વધુ ખાસ અને યાદગાર બનાવવા માટે વિધાનસભાગૃહમાં પણ આજે ‘તેજસ્વિની વિધાનસભા’નું આયોજન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત વિધાનસભામાં રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવાશે.ગુજરાતમાં પ્રથમ વખત 24 જાન્યુઆરી એટલે કે આજે 1 કલાક ગુજરાત વિધાનસભાનું સમગ્ર સંચાલન દીકરીઓ દ્વારા કરવામાં આવશે.

ગુજરાતની 1300થી વધુ દીકરીઓ સહભાગી થશે.

પ્રજાતાંત્રિક મુલ્યો અંગે મહિલાઓની ભાગીદારી વધે અને તેમનામાં જાગૃતતા આવે તેવા હેતુસર બાલિકાઓ ધારાસભ્યોની જેમ આ વિધાનસભા ગૃહનું સંચાલન કરશે. આ સમગ્ર કાર્યક્રમમાં ગુજરાતની 1300થી વધુ દીકરીઓ સહભાગી થશે.આ દિવસે તેજસ્વિની વિધાનસભા ઉપરાંત જિલ્લા સ્તરે બાલિકા પંચાયત યોજાશે, જેમાં દીકરીઓ સામાન્ય સભામાં ભાગ લેશે.

આ પણ વાંચો- ઉત્તર ગુજરાતમાં લોકસભા પહેલા કોંગ્રેસના પાટીદાર સહકારી નેતાનું રાજીનામું, ભાજપમાં જોડાયા

કોર્પોરેશન, જિલ્લા,મહાનગરપાલિકામાં પણ ઉજવણી

મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો, ગુજરાત વિધાનસભાના સંયુક્ત ઉપક્રમે “રાષ્ટ્રીય બાલિકા દિવસ’ નિમિત્તે વિધાનસભાગૃહ ખાતે 24 જાન્યુઆરીએ ‘તેજસ્વિની વિધાનસભા’નું આયોજન કર્યુ છે. આ જ રીતે કોર્પોરેશનમાં જનરલ બોર્ડનું સંચાલન પણ દીકરીઓ દ્વારા કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. જિલ્લા તથા મહાનગરપાલિકા કક્ષાએ પણ તેજસ્વિની પંચાયતના માધ્યમથી વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે. જેમા ગુજરાતની 1300થી વધુ દીકરીઓ ભાગ લેશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 24, 2024 12:26 PM
g clip-path="url(#clip0_868_265)">