AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગીર સોમનાથ: વાઈબ્રન્ટ ગીર સોમનાથ ઈવેન્ટમાં નેચરલ મધ ઉત્પાદન સ્ટોલે જમાવ્યુ આકર્ષણ- જુઓ વીડિયો

ગીર સોમનાથ: વાઈબ્રન્ટ ગીર સોમનાથ ઈવેન્ટમાં નેચરલ મધ ઉત્પાદન સ્ટોલે જમાવ્યુ આકર્ષણ- જુઓ વીડિયો

Mina Pandya
| Edited By: | Updated on: Dec 31, 2023 | 5:41 PM
Share

ગીર સોમનાથ: વેરાવળમાં યોજાયેલી વાયબ્રન્ટ ગીર સોમનાથ ઈવેન્ટમાં નેચરલ મધ ઉત્પાદન સ્ટોલે આકર્ષણ જમાવ્યુ હતુ. વાઈબ્રન્ટ સમિટ વેરાવળના મધ ઉછેર અને ગીર હની નામની નેચરલ મધની પ્રોડક્ટનું વેચાણ કરતા ભાવિન ખાંભલાની પસંદગી થતા તેમણે સરકારનો અને વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો.

ગીર સોમનાથ: વેરાવળના આસોપાલવ લૉન્સમાં “વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ ગીર સોમનાથ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ડિસ્ટ્રીક્ટ વાઈબ્રન્ટ સમિટમાં હાથશાળ, બાગાયત, ઉદ્યોગ, ખેતીવાડી, એસબીઆઇ સહિતના 25 જેટલા સ્ટોલનુ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. આ સમીટ અંતર્ગત વેરાવળના મધ ઉછેર કરતા અને ગીર હની પ્રોડક્ટનું ઉત્પાદન કરતા ભાવીન ખાંભલાને સ્ટોલ ફાળવાયો હતો. વાઈબ્રન્ટ સમિટમાં પોતાના પ્રોડક્ટની પસંદગી થતાં ભાવિન ખાંભલાએ સરકાર ઉપરાંત વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

ખેત ઉત્પાદનોમાં મધની પેટી રાખી કરે છે મધ ઉત્પાદન

વેરાવળના મધ ઉછેર અને ગીર હની નામની નેચરલ મધ પ્રોડક્ટનુ વેચાણ કરતા ભાવીન ખાંભલાએ જણાવ્યુ હતુ કે, હું 1000 મધની પેટીઓથી મધ ઉત્પાદન કરુ છુ. અલગ અલગ વિસ્તારમાં ખેડૂતો પોતાના ખેતરમા જીરુ, વરીયાળી, ફૂલો સહિતની ખેતી કરે છે. ત્યાં મધની પેટીઓ રાખું છુ. જેના કારણે અજમા, ધાણા, વરીયાળી અને વિવિધ ફુલો સહિતના નેચરલ મધનુ ઉત્પાદન કરી શકું છું અને બે મહિને અંદાજે 1.5 ટનનું ઉત્પાદન મેળવું છું. આ મધ ઉછેર કરવા માટે મને સરકાર તરફથી ઘણી મદદ મળી છે.

આ પણ વાંચો: ”ICMR ના રિપોર્ટ પ્રમાણે સિવિયર કોરોનાનો ભોગ બનેલાને હાર્ટ એટેકનું જોખમ વધારે” – ડૉ. મનસુખ માંડવિયા 

વાઈબ્રન્ટ ઈવેન્ટ યોજવા બદલ સરકારરી અને વહીવટી તંત્રનો માન્યો આભાર

ભાવિનભાઈ ખાંભલાએ સરકાર અને વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, મધ ઉત્પાદન હવે હું એમેઝોન સહિત ઓનલાઈન પ્લેટફોર્મમાં ગીર હની પ્રોડક્ટનું વેચાણ કરું છું. મધ ઉછેરના નાના બિઝનેસ સરકારના સહયોગથી હું આગળ વધારી શક્યો છું. “વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ગીર સોમનાથ”માં મને સ્ટોલ મળતા ખૂબ જ ખુશી છે કે મારા દ્વારા કરવામાં આવતી મધની અલગ અલગ પ્રોડક્ટ વાઈબ્રન્ટ સમિટમાં સ્થાન મળવાથી અમે મારી પ્રોડક્ટ લોકો સુધી પહોંચાડવાનો લાભ મળ્યો છે.

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 29, 2023 11:56 PM
g clip-path="url(#clip0_868_265)">