Gir Somnath : ખિલાવડ ગામે પીરની દરગાહ પર સિંહના આંટાફેરા – જુઓ Video

| Edited By: | Updated on: Oct 23, 2023 | 11:56 PM

Gir Somnath: ગીર ગઢડાના ખિલાવડ ગામે પીરની દરગાહ પર સિંહના આંટાફેરાનો વીડિયો સામે આવ્યો છે, જે કોઈ સિંહ પ્રેમીએ કેમેરામાં કેદ કરી લેતા હાલ આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. અહીં સિંહ યુગલ પીરની દરગાહ પર આંટાફેરા કરતા જોઈ શકાય છે. વારંવાર અહીં આ પ્રકારે સિંહો આવતા હોવાનુ અહીંના સ્થાનિકો જણાવે છે. અહીં દરગાહ પર વનરાજા આરામ ફરમાવતા જોઈ શકાય છે. સિંહ અને સિંહણ બંને દરગાહ પર પહોંચ્યા છે.

Gir Somnath: ગીર વિસ્તાર એટલે સિંહોનુ ગઢ. ગીરમાં સિંહોનો કાયમી વસવાટ છે. જો કે છેલ્લા થોડા વર્ષોથી સિંહોના રહેણાંક વિસ્તારમાં આંટાફેરા વધ્યા છે. અવારનવાર અહીં સિંહો શિકારની શોધમાં કે પાણીની શોધમાં રહેણાંક વિસ્તારોમાં આવી ચડે છે. આવો જ એક વીડિયો ગીર ગઢડાના ખિલાવડ ગામેથી સામે આવ્યો છે. જેમા ખિલાવડ ગામે આવેલી પીરની દરગાહ પર સિંહોને આંટાફેરા કરતા જોવા મળ્યા છે. પીરની દરગાહ પર સિંહ યુગલ આરામ ફરમાવતા જોવા મળ્યા છે.

અહીંના સ્થાનિકોના જણાવ્યા મુજબ સીમ વિસ્તારમાં આવેલી પીરની દરગાહ પર અવારનવાર સિંહો પહોંચી જાય છે. દરગાહ પર આવેલા સિંહોના દૃશ્યો લોકોએ તેમના કેમેરામાં કેદ કર્યા હતા. સિંહ અને સિંહણ બંને પીરની દરગાહ પર આંટાફેરા કરતા જોઈ શકાય છે. દુર્લભ પ્રકારના આ દૃશ્યોને સિંહપ્રેમીઓએ તેમના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Rajkot: પડધરીમાંથી મળેલા માનવ કંકાલનો ખૂલ્યો ભેદ, પતિએ જ હત્યા કરી લાશને સળગાવી દીધી

Input Credit- Yogesh Joshi- Gir Somnath

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 23, 2023 11:56 PM