ગીર સોમનાથ: સૂત્રાપાડાના ગાંગેથા ગામમાં મધરાત્રે સિંહોના આંટાફેરા, એક પશુનું કર્યુ મારણ- જુઓ વીડિયો

ગીર સોમનાથ: સૂત્રાપાડાના ગાંગેથા ગામમાં મધરાત્રે સિંહોના આંટાફેરા, એક પશુનું કર્યુ મારણ- જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 03, 2024 | 10:49 PM

ગીર સોમનાથ: સૂત્રાપાડા તાલુકાના ગાંગેથા ગામમાં સિંહોના આંટાફેરા વધ્યા છે. સોમવારે મધરાત્રે ત્રણ સિંહો ગામમાં આવી ચડ્યા અને ગામની શેરીઓમાં આંટાફેરા કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જો કે ત્યારબાદ સિંહોએ એક પશુનું પણ મારણ કર્યુ હતુ.

ગીરસોમનાથના સૂત્રાપાડા તાલુકાના ગાંગેથા ગામમાં સિંહોના આંટાફેરા વધ્યા છે. શિકારની શોધમાં સિંહો અનેકવાર ગામમાં આવી ચડે છે અને માલધારીઓના માલઢોરને ઉઠાવી જતા હોવાના બનાવો વધ્યા છે. સોમવારે મધરાત્રે પણ ત્રણ સિંહો ગામની શેરીઓમાં લટાર મારતા દેખાયા હતા. ત્યારબાદ તેમણે એક પશુનું મારણ કર્યુ અને શિકાર લઈને રવાના થઈ ગયા હતા. ગામના સીસીટીવી કેમેરામા ત્રણ સિંહોની લટાર કરેદ થઈ છે.

આ પણ વાંચો: રાજકોટ: કિસાનપરા ચોકમાં કલર પેઈન્ટિંગના કલાકારની અદ્દભૂત કારીગરી, અયોધ્યા જેવુ જ આબેહુબ રામ મંદિરનું પેઈન્ટિંગ કર્યુ તૈયાર- જુઓ તસ્વીરો

હાલ રાજ્યભરમાં દીપડાના દહેશત વધી છે. રાજકોટ શહેર સુધી દીપડા આવી ચડ્યા હોવાથી લોકોમાં ભયનું મોજુ ફેલાયુ છે ત્યારે સિંહો પણ રહેણાંક વિસ્તારોમાં આવી જતા લોકોમાં ભયનો માહોલ છે. માલધારીઓને માલઢોર સાચવવાની પણ મુશ્કેલી થઈ રહી છે.

Input Credit- Yogesh Joshi- Gir Somnath

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો