ગીર સોમનાથ: સરકારી નોકરીની લાલચે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ, નિવૃત્ત આર્મીમેન સહિત 3ની ધરપકડ
ગીર સોમનાથ લોકલ ક્રાઈમ બ્રાન્ચે રાજ્યમાં નકલી સરકારી નોકરી આપવાના બહાને છેતરપિંડી આચરતી ટોળકી ઝડપી છે. જેને લઈ રાજ્યવ્યાપી કૌંભાંડ ઝડપાયુ છે. સરકારી નોકરી વાંચ્છૂઓને નોકરી અપાવી દેવાના બહાને નકલી એપોઇન્ટમેન્ટ લેટર પણ પકડાવી દઈ એક કરોડ સુધીની રકમ પડાવી લીધી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કૌભાંડી ત્રિપુટીએ કલેકટર, એસપી, બેન્ક અધિકારીઓ અને આર્મીના અધીકારી સહિતના નકલી સહીઓ વાળા નિમણૂક પત્રો પણ બનાવી લેતા હતા. પોલીસે બનાવના સંદર્ભે ગીર સોમનાથના પ્રાચી, જુનાગઢ અને કડીથી ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે.
તાલાળાના એક યુવકને બીનસચીવાલય ક્લાર્કનો નકલી નિમણૂંક પત્ર આપતા આ મામલો સામે આવ્યો છે. જે નિમણૂંક જૂનાગઢ કલેક્ટર કચેરીમાં ફરજ ને લઈ હતો. પત્ર લઇ અને એ યુવક જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે ફરજ પર હાજર થવા જતા આખી ઘટના પ્રકાશમાં આવી છે. ગીર સોમનાથ પોલીસને આ અંગેની ફરિયાદ કરતા યુવકની પૂછપરછ કરાઈ હતી અને જેમાં આ આખા કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
આ પણ વાંચોઃ ભારતથી 496 KM દૂર દરિયાઈ ટાપુ પર ઇન્ટરનેટ 100 ગણું ઝડપી બન્યું, 3 ગુજરાતીઓની મહત્વની ભૂમિકા
આ છેતરપિંડીનો ભોગ બનનારના સગા કાનજી વાળાએ આ બનાવની સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઝડપેલા ત્રણ આરોપીઓમાં એક ભરતી માટેના કલાસીસ ચલાવતો હતો. જે મુજબ ઘંટીયા પ્રાચી માં રહેતો જેઠા ચુડાસમા કે જે પોલીસ, આર્મી, બેંક સહીતની ભરતી માટે તાલીમ કેન્દ્ર ચલાવતો હતો. હરસુખ ચૌહાણ જે જુનાગઢ નો રહીશ હોય અને નિવૃત્ત આર્મીમેન છે, જ્યારે નીલકંઠ પટેલ ઉર્ફે પિન્ટુ પટેલ જે મહેસાણાના કડી ગામે રહેછે. જે પોતે સ્વર્ણીમ સંકુલ સચિવાલયમાં ફરજ બજાવતો હોવાનું કહેતો. આ ત્રણેય મળી અને પોતાના પરિવારના સભ્યને રૂપિયા પાંચ લાખમાં નોકરી અપાવી દેવાની લાલચ આપી અને છેતર્યા હોવાની સુત્રાપાડામાં ફરિયાદ આપી હતી.
આઈએએસ, આઈપીએસની સહિ વાળા પત્ર
પોલીસે ઘંટીયા પ્રાચી થી આરોપી જેઠા ચુડાસમાને ઝડપી પૂછપરછ કરતા તેણે જુનાગઢ વાળા હરસૂખ ચૌહાણના સંપર્કમાં આવવાનું જણાતાં તેને ઝડપી લીધેલ. ત્યારબાદ કડીથી પોલીસે નીલકંઠ પટેલ ઉર્ફે પીન્ટુને પણ ઝડપી લીધો છે. તેની પાસે થી 22 થી વધુ નકલી નિમણૂંક પત્રો મળી આવ્યા છે કે જેમ નકલી સહીઓ હતી. જેમા આઈએએસ, આઈપીએસ, બેંક અધીકારીઓ તેમજ આર્મીના અધિકારીઓની નકલી સહીઓ વાળા નિમણૂંક પત્રો પણ કબજે કર્યા છે.
1 કરોડ વસૂલ કર્યા
હાલ સુધી એક કરોડ સુધીનો વ્યવહાર પણ પોલીસ તપાસમાં સામે આવ્યો છે. જેમાં આરોપી જેઠા ચુડાસમાએ જામનગર ખાતે આર્મીની ભરતીમાં પણ નકલી સહીઓ વાળા નિમણૂંક પત્રો આપ્યાની અગાઉ ફરિયાદ થઈ ચૂકેલ હોય તેમાં પણ તે આરોપી છે. જોકે તે અત્યાર સુધી ઝડપાયો નહોતો.
પોલીસે ત્રણેની ધરપકડ કરી અને પ્રાથમિક પૂછપરછમાં જ આટલું મોટું કૌભાંડ સામે આવ્યું છે, ત્યારે પોલીસને આશંકા છે કે હજુ જુનાગઢ ,મહેસાણા જામનગર સહિત રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં આ લોકોએ કેટલું અને કેવા પ્રકારનું કૌભાંડ આચાર્ય હશે? જેની તપાસ શરૂ કરાઈ છે.
Input Credit- Yogesh Joshi- Gir Somnath
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
