Gir Somnath: તાલાળાના રમરેચી ગામે ઢોલ, શરણાઈના સૂર સાથે રમાય છે પ્રાચીન ગરબી- Video

| Edited By: | Updated on: Oct 21, 2023 | 11:11 PM

Gir Somnath: હાલ નવરાત્રીમાં યુવાનોમાં અર્વાચીન રાસનું મહત્વ વધ્યુ છે. યુવક યુવતીઓ દોઢીયાના સ્ટેપ્સ સાથે અર્વાચીન રાસ રમતા જોઈ શકાય છે. જો કે પ્રાચીન રાસનું પણ હજુ એટલુ જ મહત્વ છે. હજુ અનેક એવા ગામો છે જેમણે તેમની આ પૌરાણિક પ્રાચીન રાસની પરંપરા જાળવી રાખવી છે. તાલાળા નજીક આવેલ રમરેચી ગામના લોકોએ પણ તેમની પરંપરાને અકબંધ રાખતા અહીં પ્રાચીન ગરબી અનુસાર જ રાસ રમાય છે.

Gir Somnath: ગીર સોમનાથના તાલાળા નજીક આવેલ રમરેચી ગામે આજે પણ પૌરાણિક પ્રાચીન પરંપરા અનુસાર જ ગરબી રમાય છે. અહીં કોઈ આધુનિક પાર્ટી પ્લોટ કે જાક જમાળ વિના આ રાસ રમવામાં આવે છે. ત્યા સુધી કે કોઈ મ્યુજિક સિસ્ટમ પણ વગાડવામાં આવતી નથી. પ્રાચીન ઢોલ અને શરણાઈના સૂરો સાથે કાઠિયાવાડી રાસ રમાય છે. જેમા આ રાસ નિહાળનારાના ભાઈ-ભાઈના હોકારા સાથે ગરબી રમાય છે.

આ પણ વાંચો: Bhavnagar: મહુવાના કતપર ગામની પ્રાથમિક શાળાના શિક્ષકે દારૂના નશામાં બાળકોને ફટકાર્યા- Video

આ ગરબી નિહાળના આવનારા માટે કોઈ ખુરશી કે સોફા સેટ નહીં પરંતુ મકાનોના પગથિયા કે ઓટલે બેસીને નિહાળે છે. અથવા તો ખેતીમાં વપરાતા મોટા પાથરણા જમીન પર પાથરી લોકો મોડી રાત સુધી ખરા અર્થમાં માતાજીની સ્તુતી આરાધના કરતા જોવા મળે છે. રમરેચી ગામના લોકોએ આજે પણ તેમની પૌરાણિક પરંપરાને અકબંધ રાખી છે. આ રાસ રમતા યુવકો પારંપારિક પોષાકમાં સજ્જ થઈને મંડળી રાસ પ્રકારના રાસ રમતા હોય છે.

Input Credit- Yogesh Joshi- Gir Somnath

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 21, 2023 11:02 PM