Gir somnath : ત્રિવેણી સંગમ પર પુરોહિતોના ઉપવાસ આંદોલનનો સુખદ અંત

જિલ્લાના ત્રિવેણી સંગમ પર તીર્થ પુરોહિતોના ત્રણ દીવસથી ચાલતા ઊપવાસ આંદોલનનો સુખદ અંત આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે ત્રિવેણી સંગમમાં પ્રદુષણ ન ફેલાય તેવા હેતુસર જિલ્લા કલેક્ટરે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 8:39 PM

Gir somnath : જિલ્લાના ત્રિવેણી સંગમ પર તીર્થ પુરોહિતોના ત્રણ દીવસથી ચાલતા ઊપવાસ આંદોલનનો સુખદ અંત આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે ત્રિવેણી સંગમમાં પ્રદુષણ ન ફેલાય તેવા હેતુસર જિલ્લા કલેક્ટરે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું હતું. અને ત્રિવેણી સંગમમાં પીંડદાન અને અસ્થિ વિસર્જન પર પ્રતિબંધ લગાવ્યો હતો. જોકે તીર્થ પુરોહિતોના આંદોલનને પગલે કલેક્ટર સાથે બેઠક યોજાઇ. અને અસ્થિ વિસર્જનથી ત્રિવેણી સંગમને કોઇ નુકસાન ન થતું હોવાથી, કલેક્ટરે તીર્થ પુરોહિતોની માગને ગ્રાહ્ય રાખી છે. જેથી તીર્થ પુરોહિતો હવે પોતાની વર્ષો જૂની પરંપરાને અનુસરી શકશે. કલેક્ટરના નિર્ણયથી તીર્થ પુરોહિતોમાં ખુશીની લહેર ફરી વળી છે. અને નાળિયેર પાણી પીને આંદોલન સમેટી લીધું છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">